Skip to main content

અભયમ મદદે આવી:ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ યુવતીને ઘરે લઈ જતા માર્ગદર્શન આપ્યુ, છૂટાછેડા સુધી પહોંચી ગયેલા દંપતિનું સમાધાન કરાવ્યું

આજ રોજ વુમન હેલ્પલાઈનમાં બેનનો કોલ આવ્યો કે, તેઓ રાજકોટથી ભાગીને અમદાવાદ આવેલા છે. તેમના ઘરના લોકો તેમને શોધે છે અને તેના કારણે જ 181ની ટીમ મદદ માગી રહી છે. 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચત ત્યાંથી જાણવા મળ્યું કે, બેનને તેમના ભાઈ અને કાકા લઈ ગયા. તેમના પ્રૂફ કે મોબાઈલ નંબર PGમાં આપેલ નહોતા. આથી, બેન સુધી પહોંચી શકાય તેમ ના હતું. ત્યા આસપાસ પૂછતાછ કરતાં બેન મળી આવેલ હતા. ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ ઘરે લઈ જવા માગતા હતા
બેન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેઓ ઘરેથી પોતાની મરજીથી ભાગી ગયા હતા. આ બેનની એક મહિના પહેલા તેમની જ્ઞાતિના છોકરા સાથે સગાઈ થઈ હતી. પરંતુ, બેનને તેમને ગમતા છોકરા સાથે લગ્ન કરવા હતા. બેન મુસ્લિમ અને છોકરો હિંદુ ધર્મના હોવાથી ઘરેથી લગ્ન કરવા માટે રાજી નહોતા. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી મુશ્કેલ હતું. બેન છેલ્લા સાત વર્ષથી છોકરાને ઓળખે છે. તેમની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આ વાત તેમના ઘરના સાથે કરી તો તેઓએ જણાવેલ કે, ત્યાં તારા લગ્ન નહિ કરાવીએ અને જો તું લગ્ન કરીશ તો મારી નાખીશું. આથી બેન ઘરેથી ભાગી ગયેલ હતા. અહીંયા PGમાં રહેવા આવ્યા હતા. અહીંયા તેમના ભાઈ અને કાકા તેમને મરજી વિરુદ્ધ ઘરે લઈ જવા માગતા હતા. બેન સાથે વાત કરતા તેણે જણાવેલ કે, તેમને ઘરે નથી જવું. તે ઘરે જશે તો તેમને મારી નાખશે. આથી બેન તેમના ઘરે જવા ઈચ્છતા નહોતા. આથી, બેનને યોગ્ય માર્ગદર્શન આપી તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવેલ છે. 181ની ટીમે પતિ-પત્નીનું કાઉન્સિલિંગ કર્યું
અન્ય એક મહિલાનો કોલ આવતા જણાવેલ છે કે, તેમના પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલ છે. તેઓએ જણાવ્યું કે, 181ની ટીમ સ્થળ પર પહોંચી. કાઉન્સીલિન્ગ કરતા જાણવા મળ્યું કે, પતિ દારૂનો વ્યવસાય કરે છે અને હાથચાલાકી તેમજ માનસિક ત્રાસ પણ આપે છે. તેથી, બેન ત્રણ દિવસથી ઘરે કહ્યા વગર નીકળી ગયેલ છે. તેથી, બેને 181માં કોલ કરેલ કે મારા પતિ હેરાનગતિ કરેલ છે. તેથી તેમને સખીવન સ્ટોપમાં જવાની વાત કરેલ છે. પછી અમે એ જગ્યા ઉપરનું યોગ્ય કાઉન્સીલિન્ગ કરેલ છે તેમજ એમના પતિને બોલાવેલ છે અને પિયર પક્ષને પણ જાણ કરેલ છે. બંને પક્ષને સામ-સામે રાખીને કાઉન્સિલિંગ કરેલ છે અને બેનના પતિ ને સમજાવી સમાધાન કરેલ છે. આથી, સમજી જતા તેઓ સખીવન સ્ટોપ ન જવાનું કહેતા તેઓનું યોગ્ય કાઉન્સિલિંગ કરી પતિ સાથે જવા ઇચ્છતા હોય તેથી તેઓને તેમના પતિ સાથે મોકલેલ છે.


http://dlvr.it/T7gMZP

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv