Skip to main content

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પેપર પરીક્ષાની 20 મિનિટ બાદ આપવું પડ્યું હતું. જે વાતને બપોરે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ સમર્થન આપ્યુ હતું. વર્ષ 2016 નું જૂનું પેપર આપી દેવામાં આવ્યું ​​​​​​​
આ સિવાય એમ. કોમ. સેમેસ્ટર - 2 માં આજે લીગલ આસપેક્ટસ ઓફ કોર્પોરેટ નું પેપર હતું. જૉકે શિપ્રા કોલેજમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેઓ એક્સટર્નલના વર્ષ 2024ના વિદ્યાર્થીઓ હોવા છતાં તેઓને વર્ષ 2016 નું જૂનું પેપર આપી દેવામાં આવ્યું હતું. જૉકે વિદ્યાર્થીઓને પણ પેપર આપીને આવ્યા બાદ ઉપરોક્ત હકીકત જાણવા મળી હતી. આ સાથે જ સુરેન્દ્રનગરના રતનપરમાં જી.બી.પરમાર કોલેજમાં આજે એમ. એ. સેમેસ્ટર - 2 માં એક્સટર્નલમાં સમાજશાસ્ત્રનું પેપર હતું. જૉકે કેટલાક વિદ્યાર્થીઓ આ કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો તેઓને કહેવામાં આવ્યું કે તમારું પેપર અહીં નથી જોકે બાદમાં બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી.


http://dlvr.it/T61Pc8

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6