Skip to main content

સળગતો પ્રશ્નો:જ્વાળામુખી પર બેઠેલા કંડલા સંકુલ માટે સુરક્ષા ઓછી

રાજકોટ અને તે પહેલા સુરતના તક્ષસીલા અગ્નીકાંડ બાદ હરકતમાં આવતા પ્રશાસને આ વખતે પણ તેજ મુજબની ભુમીકા ભજવતી દેખાઈ રહી છે. ખાસ કરીને કંડલા સંકુલ ખુબ સંવેદનશીલ થઈ જાય છે જ્યાં હજારો અને લાખોની ટનની ક્ષમતામાં જ્વલનશીલ લીક્વીડ સ્ટોરેજ કરવામાં આવે છે. આ સિવાય પણ શહેરની અન્ય સરકારી કચેરીઓની તપાસ કરતા ત્યાં પણ અગ્નીસુરક્ષાના મામલે કમજોર હોવાનું સામે આવી રહ્યું છે. કંડલા સંકુલ ન માત્ર ગુજરાત કે ભારતનું, પરંતુ સમગ્ર દક્ષીણ એશીયાનું સૌથી મોટુ લીક્વીડ સ્ટોરેજ કેંદ્ર બનેલું છે. આ માટે બનેલા સંગઠને આશ્ચર્યજનક રૂપે અત્યાર સુધી પોતાની સુરક્ષા કાજે કોઇ અગ્નીશમન દળ પણ બનાવ્યું નથી અને સંપુર્ણ પણે ડીપીએ પર આધારીત છે. જ્યારે કે કંડલા ટિમ્બર એસો. અને કાસેઝ દ્વારા પોતાના સુરક્ષા દળો કાર્યાન્વિત છે. આવી પરિસ્થિતિમાં કંડલા સંકુલ કે જ્યાંથી દેશના મહત્વના પ્રદેશોમાં પેટ્રોલ, ડીઝલ સહિતના જ્વલનશીલ લીક્વીડ સપ્લાય અને સ્ટોરેજ થઈ રહ્યા છે તેની સુરક્ષા વારંવાર ચોરીના મામલે તાક પર રાખતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. તદુપરાંત ગતરોજ શહેરની નગરપાલિકાની ખસ્તાહાલ અગ્નીશમન વ્યવસ્થાને ચેક કર્યા બાદ દિવ્ય ભાસ્કરે જ્યારે શહેરની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની તપાસ કરી તો તે પોતેજ અગ્નીશમન માટે અલગ રસ્તાઓ તેમજ તેના સંશાધનોથી પુરતા સજ્જ જોવા મળ્યા નહતા. આ જુની ઈમારતોને નવનિર્માણની જરૂર છે જ્યા હજારો લોકો રોજ પોતાના કામ કરવા આવી રહ્યા છે. અધુરામાં પુરુ રામબાગ હોસ્પિટલના નવા સંકુલના ઉદઘાટન થયાને બે વર્ષ થવા આવ્યા પરંતુ તેના ફાયર સેફ્ટી વ્યવસ્થા પણ કાર્યાન્વિત કેટલી છે તે પ્રશ્નોના ઘેરાવામાં છે. અહી તે સંશાધનો હોય તો પણ તેના તાલીમ બદ્ધ સ્ટાફ ન હોવાનું જાણવા મળે છે. ગતરોજ માત્ર ગેમ્સ ઝોનને સીઝ કરીને સંતોષ માનતી વ્યવસ્થા તમામ સરકારી કચેરીઓ સહિતના સામુહીક મેળાવડા થતા કેંદ્રોમાં આ માટે જરૂરી વ્યવસ્થા હોવી જરૂરી છે. આગ લાગવાની ઘટનાઓમાં વોલ્ટેજ અપડાઉન જવાબદાર
​​​​​​​દુકાનો અને રહેણાક ઘરોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું વારંવાર સામે આવ્યુ છે. જે પાછળ જે તે દુકાનદાર કે મીટર ધારક કરતા વોલ્ટેજના અપડાઉન થવાના કારણે વધુ જવાબદાર હોવાનું આ વિષયના તજજ્ઞોએ જણાવ્યું હતું. ભારતનગરમાં છેલ્લા મહિનામાં બે દુકાનમાં આવી આગ લાગી ચુકી છે. ઈઆરસી સ્ટાફ વિના અપંગ, તેે બંધ અથવા સુસજ્જ કરવી જોઇએ!​​​​​​​
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે આદિપુરમાં બનાવાયેલું છે, તેમાં અત્યાધુનિક મશીનરી વધુ અને સ્ટાફ નહિવત છે. જે અંગે વારંવાર રજુઆતો અને માંગો ઉઠી છે પરંતુ પ્રશાસનના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે આ સંશાધનો ખરેખર કોઇ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાને આપી દેવાય અથવા તો ઈઆરસીને પુરતો સ્ટાફ અપાય તે જરૂરી છે. નહિતર જ્યારે ભયાનક આપદા આવશે ત્યારે ધોળા હાથી સમાન આ વ્યવસ્થા અંગે ભારે પ્રશ્નો ઉઠશે જેનો જવાબ પ્રશાસન આપી શકવા સમર્થ નહી રહે. ગાંધીધામની કોર્ટમાં અગ્ની સુરક્ષા સંશાધનો એક્સપાયરી ડેટ
ગાંધીધામના જાગૃત નાગરિક રવિંદ્ર સબ્બરવાલે કચ્છના પ્રીન્સીપલ ડિસ્ટ્રીક્ત જજ્જને પત્ર પાઠવતા રજુઆત કરી હતી કે ગાંધીધામ કોર્ટ પરીસરમાં જે અગ્નીશમનની વ્યવસ્થા લાગેલી છે તેની મુદત ત્રણ મહિના પહેલા પુર્ણ થઈ ગઈ છે. આ અંગે જરૂરી પગલા લેવા માટેની માંગ અને જવાબદાર એજન્સી સામે પગલા ઉઠાવવાની માંગ કરવામાં આવી છે.


http://dlvr.it/T7XCcb

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv