ભક્તોનો ધસારો:બદ્રી-કેદારનાથમાં 13 દિવસમાં રાજ્યના દોઢ લાખ લોકો પહોંચ્યા, 70% રજિસ્ટ્રેશન વગર જ જાય છે
10મેના રોજ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધારે આ વર્ષે ભક્તો દર્શન કરવા પહોંચ્યાં હતા. બદ્રિશપંડા પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ સુધારકર બાબુલકરના જણાવ્યા અનુસાર દર વર્ષે બદ્રીનાથમાં સૌથી વધારે ભક્તો આવે છે, ત્યારે આ વર્ષે બદ્રીનાથની જગ્યાએ કેદારનાથમાં ભક્તોનો ધસારો જેવા મળી રહ્યો છે. કેદારનાથમાં માત્ર 13 દિવસમાં 2.86 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. ગત વર્ષે 6 મહિનામાં 8 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો, ત્યારે બદ્રીનાથમાં ગત વર્ષે 10 લાખ લોકોએ દર્શન કર્યાં હતાં, જે 13 દિવસમાં 1 લાખ ઉપર આંકડો પહોંચી ગયો છે. હાલની સ્થિતિમાં સર્જાયેલી અવ્યવસ્થા પાછળનું એક કારણ છે કે 70% લોકો રજિસ્ટ્રેશન વગર આવી રહ્યા છે. કેટલા લોકો ફેક એજન્ટનો ભોગ બનતા હોવાથી હેરાન થઈ રહ્યાં છે. દર્શન માટે આવતાં ભક્તોનો આંકડો દિવસે અને દિવસે વધી રહ્યો છે. આ સાથે મોબાઈલથી ફોટોગ્રાફી અને રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બદ્રીનાથ મંદિર પરિસરમાં રીલ બનાવતા 15 લોકોને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં યાત્રા પર આવેલા 42 લોકોના મોત થયાં છે. યાત્રા 6 મહિના ચાલવાની છે, લોકો શાંતિથી આવો: બદ્રિશપંડા પંચાયત સમિતિ
બદ્રિશપંડા પંચાયત સમિતિએ દર્શન માટે આવતા ભક્તોને અપીલ કરતા કહ્યુ કે ચારધામ યાત્રા હજુ 6 મહિના ચાલવાની છે, જેથી લોકોએ અત્યારે ઉતાવણ કરનાવની જરૂર નથી તેઓ શાંતિથી પછી પણ આવી શકે છે. જૂન અને જુલાઈમાં વરસાદ આવશે, પરંતુ બાકીના 4 મહિના મંદિર ખુલ્લું રહેશે. અને દર્શન પણ સારી રીતે કરી શકાશે. હાલ બદ્રીનાથ અને કેદારનાથમાં હોટલ તથા ધર્મશાળાના ભાડા પણ વધારે છે. બદ્રીનાથ મંદિર સેન્ટર હિમાલયના સૌથી નજીક આવેલું છે, વધુ પડતા ધસારાને કરાણે આપત્તિ આવી શકે છે. સાથે તેમને વધુમાં કહ્યું હતું કે બનાવટી એજન્ટોથી બચવું જોઈએ અને ચારધામ યાત્રા બોર્ડથી રજિસ્ટ્રેશન કરાવો, હાલ દર્શન કરવા માટે આવતા ભક્તોને 5 કિલોમીટર લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. કેદારનાથમાં દર્શન માટે 6 કલાક લાંબી લાઈન બાદ માત્ર બે મિનિટ માટે દર્શનનો લાભ મળે છે
ગોતાના ધર્મેશ ગોસ્વામી પોતાના પરિવારના 20 લોકો સાથે કેદારનાથ દર્શન કરવા પહોંચ્યા છે. માત્ર કેદારનાથમાં 6 કલાકથી વધારે લાઈનમાં દર્શન કરવા માટે ઊભું રહેવું પડ્યું અને દર્શન માત્ર 2 મિનિટ માટે થાય છે. આ સાથે મંદિરની બહાર 5 કિલોમીટર લાંબી લાઈન પણ લાગે છે. કેદારનાથમાં 13 દિવસમાં 2.86 લાખ ભક્તે દર્શન કર્યાં ગત વર્ષે બદ્રીમાં 6 મહિનામાં 10 લાખ લોકોએ દર્શન કર્યાં
http://dlvr.it/T7JwjZ

Comments
Post a Comment