માંકડી ડેમમાંથી રાયગઢના યુવાનની લાશ મળી:બાઈક લઈને બે દિવસ પહેલાં યુવાન ઘરેથી નીકળી ગયો હતો, ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાઇ છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામનો યુવાન બે દિવસ પહેલાં ગુમ થયો હતો. જેની લાશ આજે માંકડી ડેમમાંથી મળી આવી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના રાયગઢ ગામનો રહેવાસી 25 વર્ષીય આશિષકુમાર બિસનભાઈ ઓડ જે બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે પરત આવ્યો ન હતો. જેને લઈને તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ પત્તો ના લાગતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન રવિવારે બપોરના સમયે પોલીસને જાણ થઇ હતી કે માંકડી ડેમમાં મૃતદેહ તરતો જોવા મળે છે અને ડેમ નજીક એક બાઈક પણ છે. જેને લઈને ગાંભોઈ પોલીસે હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી નાવડીની મદદથી તરતો મૃતદેહ બહાર કાઢીને ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે ઘરે નહિ આવતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી. આજે ગુમ યુવકની લાશ માંકડી ડેમમાંથી મળી છે તો ડેમ નજીકથી બાઈક પણ મળી છે. જેને લઈને પીએમ ની કાર્યવાહી માટેની કાર્યવાહી હાથ ધરી છે.
http://dlvr.it/T7QgDH
http://dlvr.it/T7QgDH
Comments
Post a Comment