Skip to main content

સ્ટ્રીટલાઇટો બંધ:માનવઆશ્રમ રોડ પર વૃક્ષારોપણમાં કેબલ કપાઇ જતાં સ્ટ્રીટલાઇટો બંધ

મહેસાણામાં માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધી રોડના ડિવાયડરમાં વૃક્ષારોપણ સમયે સ્ટ્રીટલાઇટના કેબલ કપાઇ જતાં કેટલીક સ્ટ્રીટલાઇટો બંધ પડી છે. ચોમાસામાં કોઇને વીજકરંટ ન લાગે તે માટે સત્વરે નવી પાઇપ સાથે કેબલ નાંખવા વિસ્તારના સદસ્ય દિપકભાઇ પટેલે નગરપાલિકામાં લેખિત જાણ કરી છે. તાજેતરમાં વોર્ડ નં.3માં માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધી મુખ્ય રોડ વચ્ચેના ડિવાયડરમાં રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અા કામગીરીમાં સ્ટ્રીટલાઇટના લોખંડના પોલના તમામ કેબલ કપાઇ ગયા છે. જે અંગે સદસ્ય દિપકભાઇ પટેલે નગરપાલિકાના ચીફ અોફિસરને જણાવ્યું છે કે, રોડ પર કેટલીક સ્ટ્રીટલાઇટ બંધ હાલતમાં છે. ડેમેજ કેબલના કારણે આગામી ચોમાસામાં વીજકરંટને કારણે અકસ્માત થવાનું જોખમ રહેલું હોઇ સત્વરે માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધીના તમામ સ્ટ્રીટલાઇટના લોખંડ પોલમાં નવી પાઇપ સાથે સ્ટ્રીટલાઇટ કેબલ નાખવા જરૂરી હોઇ સત્વરે કામગીરી કરાવવી જોઇએ.


http://dlvr.it/T7ZZsT

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6