મોરબી જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની અસરના કારણે માર્ચ એપ્રિલ મહિનાથી જ લોકોને સામાન્ય કરતા વધુ ગરમીનો અહેસાસ થયો હતો તો મે મહિનામાં તો ગરમી એ તમામ રેકોર્ડ તોડી દીધા હોય તેમ મોટા ભાગના દિવસોમાં શહેરનું મહતમ તાપમાન 43 થી 45 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. મહિનામાં સતત ત્રણ ચાર દિવસ સુધી 45 ડિગ્રી સુધી તાપમાન પહોચી જતા હીટવેવની સ્થિતિ પણ અવાર નવાર સર્જાઈ હતી અને હવે કેરળમાં ચોમાસું બેસી જતા લોકોને સારા વરસાદની રાહ છે. જો કે આ વરસાદ પહેલા હજુ એકાદ બે સપ્તાહ આકરી ગરમીનો ડોઝ સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં અગામી 1 જૂનથી 5 જુન સુધી મહતમ તાપમાન 41 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. તો લઘુતમ તાપમાન પણ 25 -26 વચ્ચે રહેશે આ ઉપરાંત વહેલી સવારે અને સાંજના સમયે વાદળ છાવાતા ઉકળાટમાંથી અંશત: રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં 1 જૂને મહતમ પવનની ગતિ 29 કિમી પ્રતિ કલાક રહેશે જયારે બાકીના દિવસે તેની ગતિમાં ઘટાડો પણ નોધાઇ શકે છે 1 થી 5 જૂન સુધી મહત્તમ ભેજનું પ્રમાણ 72 – 76 અને લઘુતમ ભેજનું પ્રમાણ 27-39 ટકા રહેવાનું અનુમાન છે. આ દરમ્યાન ગરમ અને ભેજયુક્ત હવામાનની શક્યતા હોય આકરા તાપમાં બપોરના સમયે બહાર ન નીકળવા આરોગ્ય તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ગરમીથી બચવા માટે પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ શરબત, મોસંબી તથા અન્ય ફળના જ્યુશ પીવા, હલકા સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવા તેમજ પશુઓને બપોરના સમયે વૃક્ષના છાયામાં અથવા શેડમાં રાખવા. ખોરાકમાં લીલા ચારાનું પ્રામણ વધારવું તેમ સુચન કરવામાં આવ્યું છે. મોરબી શહેર અને આસપાસના ઉદ્યોગમાં મોટા પાયે ડ્રિન્કિંગ વોટરની ડિમાંડ જોવા મળી રહી છે. મોરબી અને આસપાસના વિસ્તારમાં લગભગ 125 કરતા વધુ ડ્રિન્કિંગ વોટરના પ્લાન્ટ ચાલે છે અને છેલ્લા 2 મહિનાથી પાણીના જગ અને બોટલની ડિમાન્ડ દોઢથી પોણા બે ગણી વધી છે એક અંદાજ મુજબ મોરબીમાં લગભગ દરરોજની 60 હજાર બોટલ અને કુલીંગ વોટર જગનું વેચાણ થઇ રહ્યું છે. ડિમાન્ડ એટલી વધી છે કે પ્લાન્ટમાં શિયાળામાં જે કેપેસીટીથી કામગીરી ચાલતી હતી તેના કરતા દોઢ ગણી વધારવા છતાં ડિમાન્ડ પૂર્ણ કરી શકતા નથી. ગ્રાહકોની પાણી ન મળતા હોવાની ફરિયાદ પણ વધી છે પણ ડિમાંડ વધવાના કારણે પહોચી વળવું મુશ્કેલ થઇ ગયું છે તેમ ડ્રિન્કિંગ વોટર પ્લાન્ટના સંચાલક ભરતભાઈએ જણાવ્યું હતું.
http://dlvr.it/T7gcJW
http://dlvr.it/T7gcJW
Comments
Post a Comment