રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા:ભારે પવનો ફૂંકાતા અમદાવાદીઓને બફારાથી રાહત, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે આંધી વંટોળની શક્યતાઓ છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત હાલમાં ગુજરાત રાજ્યના એક પણ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી, પરંતુ અરબ સાગરમાં હલચલને કારણે કચ્છના અખાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવનો ફૂંકાવવાને કારણે ગરમીથી રાહત મળી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યનું મહત્તમ તાપમાન ઘટયું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી. ગુજરાતના અનેક શહેરોનું મહત્તમ તાપમાન ઘટી શકે છે તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે. અમદાવાદવાસીઓ છેલ્લા 15 દિવસથી 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં શેકાયા બાદ આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંતથી શહેરમાં છુટાછવાયા વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભારે પવનો ફૂંકાવવાને કારણે અમદાવાદીઓને ગરમીનો ઓછો અનુભવ થયો હતો. જ્યારે હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સંતોની પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી આજે દિવસ દરમિયાન ભારે પવનો ફૂંકાવવાને કારણે કેટલાક વિસ્તારમાં સામાન્ય ધૂળની ડમરી ઉડતી નજરે ચડી હતી. 5 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ
રાજ્યમાં આજે ફક્ત પાંચ શહેરો મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. બાકીના તમામ શહેરોમાં આજે ગરમીથી રાહત મળી હતી. આગામી 2-3 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે ત્યારબાદ તેમાં ઘટાડો થઈ શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આજે ગુજરાત રાજયમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાયું હતું. જ્યાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા ભાવનગર અને આણંદમાં આજે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન
અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ ગરમીનું જોર ઓછુ થવા પામ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન કર્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન યથાવત રહેશે. કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે છે. હાલમાં ગુજરાત પર દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેને કારણે અરબ સાગરના ભેજ ખેંચાઈ આવ્યાં છે, તેને કારણે ગુજરાતમાં ઠંડુ વાતાવરણ રહેવા પામ્યું છે, પરંતુ તેને કારણે વરસાદની શક્યતાઓ નથી. ફક્ત ઝડપી ગતિએ પવન ફૂંકાશે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે રહેશે. શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળશે
આજથી મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેને કારણે શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળશે, પરંતુ આજે અમદાવાદીઓને બફારાનો સામનો કરવો પડશે. ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બફારાનો અનુભવ થઈ શકે છે. કારણ કે, હાલમાં ગુજરાત ઉપર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે દરિયાઈ ભેજ ગુજરાતના વિવિધ ભાગો સુધી ખેંચી લાવે છે. તેને કારણે છેલ્લા ચાર દિવસથી અમદાવાદ શહેરમાં વહેલી સવારે સામાન્ય વાદળછાંયું વાતાવરણ રહ્યા બાદ જેમ-જેમ તાપમાન વધે તેમ વાદળો ગાયબ થતાં નજરે ચડે છે. ત્યારે આજે પણ વહેલી સવારથી અમદાવાદ શહેરના આકાશમાં વાદળો ઘેરાયાં છે, પરંતુ આ વરસાદી વાદળ ન હોવાથી હાલમાં તો વરસાદની કોઈ આગાહી નથી. અમદાવાદમાં યલો એલર્ટ જેવી સ્થિતિ
ગુજરાતભરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં હજુ પણ અમદાવાદ શહેર માટે યલો એલર્ટ જેવી સ્થિતિ છે. કારણ કે, મહત્તમ તાપમાન આજે પણ 43થી 44 ડિગ્રી સેલ્શિયસની વચ્ચે નોંધાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દરિયાઈ પવનો ભેજવાળાં વાદળોને અમદાવાદ સુધી ખેંચી લાવ્યા છે, તેને કારણે આકાશમાં વાદળછાંયું વાતાવરણ રહેતા ગરમીનું પ્રમાણ ઓછું અનુભવાય છે. જ્યારે આજે હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાનું મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. વાદળછાયા વાતાવરણથી બફારાનો અનુભવ થશે
અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન વહેલી સવારથી જ 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ સવારના 8:00 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યા બાદ ધીમે ધીમે તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ છે, પરંતુ વાદળોને કારણે ગરમીનો અહેસાસ ઓછો થાય છે, પરંતુ બફારો અનુભવાય છે. ત્યારબાદ સવારે 11:00 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થશે. તેમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇને 38 ડિગ્રી સેલ્શિયસની આસપાસ તાપમાન રહેશે. લઘુતમ તાપમાન 29થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે
આજે બપોરના 3:00 વાગ્યા બાદ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. ત્યારબાદ સાંજે 4:00 વાગ્યાથી 6:00 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન તેની ટોચ ઉપર રહેતા 44 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહી શકે છે. સાંજે તેમાં ઘટાડો થઇને 8:00 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને 11:00 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 34 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જશે. રાત્રિ દરમિયાન પણ શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે, લઘુતમ તાપમાન 29થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.
http://dlvr.it/T7ZKpM

Comments
Post a Comment