Skip to main content

રાજકોટની શેરીઓને જર્મન સ્ટ્રીટ જેવી ડેવલોપ કરાશે:કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે 5 રાજ્યોના 9 શહેરની કરી પસંદગી, મનપા અને એજન્સી દ્વારા કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ વિષય પર વર્કશોપ યોજ્યો

જર્મનીની એજન્સીના સમર્થન સાથે આવાસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એર કવોલિટી, ક્લાઇમેટ એકશન અને એક્સેસિબિલિટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેકનિકલ સહયોગ ઉપલબ્ધ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતના પાંચ રાજ્યો (ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મેઘાલય)માંથી પસંદ કરેલા 9 શહેરોમાં લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા કમ્પ્લિટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરીજનોને નવી-નવી સુવિધાઓ આપવા વિચારણા
આ વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેઝીક સુવિધાઓ જેવી કે, ગટર, પાણી અને ડ્રેનેજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે જ છે. સાથોસાથ હવે અર્બનાઈઝેશન (શહેરીકરણ)ના વધતા જતા પ્રમાણ અંગે પણ વિચાર કરવો જરૂરી છે. રાજકોટ મનપા દ્વારા પણ શહેરીજનોને સુગમતા અને આવશ્યક એવી નવી-નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અંગે આ દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા સ્ટ્રીટ ડિઝાઈન
​​​​​​​તેમને વધુમાં જણાવ્યું હતું કે, અર્બનાઈઝેશનના ગ્રોથથી દેશના અને રાજ્યના વિકાસમાં વધુ ગતિ આવી રહી છે. આ સંજોગોમાં શહેરીકરણની ઝડપી પ્રક્રિયાને નજર સમક્ષ રાખી શહેરના સુનિયોજિત ભૌતિક માળખાકીય વિકાસ માટે નિષ્ણાંતોના સહકાર સાથે અર્બન પ્લાનિંગ થઇ રહ્યા છે. રાજકોટમાં વિવિધ એજન્સીઓના સહકાર સાથે આ દિશામાં કામ થઇ રહ્યું છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સ્ટ્રીટ ડિઝાઈન પર ભાર મૂકી રહી છે. વિશ્વના શહેરોની શેરીઓના રિસર્ચનું પ્રેઝન્ટેશન
​​​​​​​SUM-ACAના ટીમ લીડર ઝોહરા મુતાબન્નાએ વિશ્વના શહેરની શેરીઓ અંગે કરેલા રીસર્ચ બાબતે પીપીટી મારફત એ દર્શાવાનો પ્રયાસ કર્યો હતો કે શેરી-ગલીઓ કેવી રીતે વિકસાવી શકાય. રાજકોટ શહેરના આંતરિક રસ્તાઓને હાઈ-વે થતા અટકાવવા તદુપરાંત જરૂરી સ્ટ્રીટ ફર્નિચર સાથે તેને ડેવલપ કરવા માટે SUM-ACA પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ ટાઇપોલોજીનો અભ્યાસ કરીને તેની ડિઝાઇન ગાઇડલાઇન પર કામ કરી રહેલ છે. સ્ટ્રીટ ડેવલોપમેન્ટ વિષય પર વર્કશોપ
​​​​​​​આ વર્કશોપમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ માટેના આયોજન, ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી માટેના વિવિધ અભિગમો વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આ વર્કશોપનો મુખ્ય હેતુ તમામ ઉંમરના રાહદારીઓ, સાયકલ સવારો અને મોટર ચાલકો, તેમને સંલગ્ન રોડની લંબાઈ-પહોળાઈનો સલામત એક્સેસ કરી શકે તે મુજબ રોડની ડિઝાઇન ડેવલોપ કરવાનો હતો. કમ્પ્લીટ સ્ટ્રીટ પ્રિન્સિપાલનો ઉપયોગ કરી તેમને રી-ડીઝાઈન કરવા માટે પ્રારંભિક અભ્યાસ કરવામાં આવ્યો.


http://dlvr.it/T7JJs2

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv