ઉંડા કુવામાં ખાબકેલા યુવાનનું રેસ્ક્યૂ:વેલછડી ગામે 40 ફુટ ઉંડા કુવામાંથી યુવાનને રાજપીપળા પાલિકાના ફાયર ફાયટરોએ એક કલાકની જહેમત બાદ સહીસલામત બહાર કાઢ્યો
નાંદોદ તાલુકાના વેલછંડી ગામે રહેતા વિપુલ વલવી ગામના એક ઊંડા કુવાની પાળીએ પગ ધોતા કુવામાં લપસી પડ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ જોતા સ્થાનિકો તાત્કાલિક ટોળે વળ્યાં અને રાજપીપળા નગરપાલિકાને જાણ કરતા રાજપીપળા ફાયર ફાઈટરની ટીમ ગણતરીના કલાકોમાં પહોંચી ગઈ હતી. આજરોજ આ યુવાન ઊંડા કૂવામાં પડ્યો હતો. ત્યારે ગણતરીના કલાકોમાં પાલિકાના ફાયર બ્રિગેડ જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેઓએ કુવામાં દોરડું નાખીને પડી ગયેલા યુવાનને સહી સલામત બહાર કાઢ્યો હતો. ગ્રામજનોએ પણ સાથે મદદ કરી હતી. એક કલાકના રેસ્ક્યૂ બાદ યુવાનને હેમખેમ બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. 40થી 50 ફુટ ઉંડા કુવામાં પડેલા યુવાનને હાથમાં અને માથાના ભાગે વાગવાથી હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઇજા થઇ હતી. જેને તાત્કાલિક 108 બોલાવી રાજપીપળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
http://dlvr.it/T7WPPB
http://dlvr.it/T7WPPB
Comments
Post a Comment