દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર:ઝાલોદ પોલીસે ખરસાણાથી કારમા લઈ જવાતો 1.18 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો, કાર ચાલક ગાડી મૂકી ફરાર
ઝાલોદ તાલુકાના ખરસાણા ગામેથી કારમા લઈ જવાતો રુપીયા 118500/- ના વિદેશી દારુના જથ્થાને ઝાલોદ પોલીસે ઝડપી પાડયો હતો, પોલીસને જોઈ કાર ચાલક ગાડી મુકી ફરાર થઈ જતા પોલીસે દારુ તેમજ કાર કબ્જે કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જીલ્લાના ઝાલોદ ડી.વાય.એસ.પીને બાતમી મળી હતી કે, બુટલેગર કમલેશ રતન ડામોર (રહે.મઘાનીસર, ઝાલોદ) રાજસ્થાન ડુંગરા તરફથી ઝાલોદ તરફ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેનો નંબર GJ-15-CF-3941માં વિદેશી દારૂ ભરીને લાવી રહેલ છે તેવી બાતમી મળી હતી, જે બાતમીને આધારે ઝાલોદ પોલીસે ખરસાણા ગામે કટારા ફળીયામા રોડની સાઈડમાં બાતમી વાળી કારને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી, વોચ દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને ઉભી રાખવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવતા કાર ચાલક કારને વળાવી ભાગી જવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો, બુટલેગર દ્વારા થોડે દુર સુધી કાર હંકારીને પોલીસને ચકમો આપી કિર ચાલક કાર મુકી ઝાડી ઝાખરાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, પોલીસ દ્વારા ભાગતી વેળાએ બુટલેગરને ઓળખી લેવામાં આવેલ હતો. પોલીસ દ્વારા કારમા તપાસ કરતા કાર માથી ઇંગ્લિશ દારૂની 27 પેટી મળી આવી હતી. વિદેશી દારૂની કુલ 780 બોટલો જેની કિંમત અંદાજીત રૂપીયા 1,18,500/- અને કારની કિંમત રુપીયા 2,00,000/- મળી કુલ 3,18,500/- નો મુદ્દામાલ પોલીસ જપ્ત કર્યો હતો. હાલ પોલીસ ફરાર આરોપી બુટલેગર કમલેશ ડામોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
http://dlvr.it/T7Z1T2
http://dlvr.it/T7Z1T2
Comments
Post a Comment