Skip to main content

ઠગાઇ:બોટાદમાં 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર 3 ઝડપાયા

બોટાદમાં સબસીડીવાળી લોન લેવાનું કહી 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદના ભાવનગર રોડ, ઝવેરનગર શ્યામ માર્બલવાળી શેરી ખાતે રહેતાં મંજુબેન શૈલેષભાઈ ચાવડાએ (ઉ.વ.27) બોટાદ ખોડિયાર નગર ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા, ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી કે ડિસેમ્બર 2021 માં મંજુબેન ચાવડાના જમાઈ પ્રવિણભાઈ વાળાએ તેમના પતિને જાણ કરી હતી કે ખોડીયાર નગર 1 ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા સીજે ફાયનાન્સની સબસીડીવાળી લોન આપે છે. તમારે લોન લેવી હોય તો તમારા વિસ્તારમાંથી માણસોને કહેજો. તેમ વાત કરતાં મંજુબેનના પતિએ તેના વિસ્તાર તથા ઝવેરનગરમાં રહેતા લોકોને વાત કરી હતી. આ બંને વિસ્તારના મળી કુલ 25 જેટલા લોકોએ લોન લેવાનું નક્કી કર્યું હતું. જેથી વિક્રમ વાળાએ તેના 2 એજન્ટ ચિરાગ બહાદુરભાઈ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભીને મોકલી અને ફોર્મમાં તમામની સહીઓ કરાવી તમામના બે ફોટા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, લાઈટ બિલ, બેંકની પાસબુક વગેરેના ડોક્યુમેન્ટ મેળવી ત્રણ-ચાર દિવસ બાદ ચિરાગ અને અરવિંદ ઓનલાઇન અંગુઠો લગાવવાનું મશીન લઈ આવ્યા હતા. તમામ 25 લોન લેનાર વ્યક્તિઓના ઓનલાઇન અંગુઠાઓ લઇ તમામને 9-9 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2022માં ફરિયાદી મંજુબેન સહિત લોન લેનાર તમામના ઘરે અમદાવાદના વકીલની નોટિસ આવતા જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય આરોપીએ તમામના નામે રૂ.30-30 હજારની લોન લઈ રૂ.7,87,950ની લોન લઈ તમામના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો છે. જે મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં મંજુબેન ચાવડાએ આરોપી વિક્રમ ભુપતભાઈ વાળા, ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાબત અંગે તાત્કાલિક પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં આરોપીઓ ઝડપી લેવાયા હતા.


http://dlvr.it/T7d7YR

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6