Skip to main content

અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં:ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ, પહેલીવાર ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય

રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારે એક્શન ભૂમિકામાં જોવા મળી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરોને જેની પાસે ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના ચાર અલગ-અલગ ગેમઝોનમાં ફાયર NOC અને પોલીસ પરવાનગી ન હોવા સહિતની ખામી હોવાથી અલગ-અલગ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. પ્રથમ વખત ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
શહેરના અલગ-અલગ ગેમઝોનમાં ફાયર NOC, સ્ટ્રક્ચર અને પોલીસ પરવાનગી અનેગ ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગોતાના ફન્ગ્રીટો અને હોય એન્ડ જોય, આનંદનગરના ગેમિંગ ઝોન અને નિકોલમાં ફન કેમ્પ્લમાં ફાયર NOC તથા પોલીસ પરવાનગી ન હોવા સહિતની ખામી હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં બે, આનંદનગરમાં એક અને નિકોલમાં સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી જાટે જણાવ્યું હતું કે, હાલ આ સંદર્ભે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ટૂંક સમયમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. આનંદનગર પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ભરાઈએ જણાવ્યું હતું કે આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.


http://dlvr.it/T7WkvF

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6