વડોદરા ક્રાઇમ ન્યૂઝ:ગોરવા વિસ્તારમાં કાકા ઉપર ચાકુથી હુમલો કરનાર ભત્રીજો ઝડપાયો, રણોલી પાસે અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત
વડોદરાના ગોરવા વિસ્તારમાં નજીવી બાબતે ચપ્પુ વડે હુમલો કરનાર આરોપીને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. બીજી તરફ રણોલી ચોકડીથી પદમલા ગામ વચ્ચે અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ભત્રીજાએ કાકાની હત્યાનો પ્રયાસ કર્યો
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા જલારામનગરમાં રહેતા રાજનગીરી લાલબાબુગીરી (ઉ.44)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું 23 મેના રોજ બપોરના 3 વાગ્યે મારી શાકભાજીની લારી પર હાજર હતો, તે વખતે મારો ભત્રીજો આરોપી કિશનગીરી સુનિલગીરી ત્યાં આવ્યો હતો અને તેના પિતા સુનિલગીરી પાસે વાપરવા માટ પૈસાની માંગણી કરી હતી. તેના પિતાએ પૈસા આપવાની ના પાડતા કિશને મને ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો અને થોડીવાર પછી આરોપી કિશનગીરી ધારદાર ચપ્પું લઇને આવ્યો હતો અને ગંદી ગાળો આપીને મારા પેટ અને કમરના ભાગે ચપ્પુના બે ઘા માર્યા હતા. આ સમયે મારા બહેન ગીતાબેન છોડાવવા જતા તેમને પણ ચપ્પુ મારવા જતા તેઓ નીચે પડી ગયા હતા. આ દરમિયાન મારો ભાણિયો સૌરવગીરી તેઓને બચાવવા પડતા સૌરવને પણ ચપ્પુના ઘા માર્યા હતા અને ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ગોરવા પોલીસે આરોપી કિશનગીરીને ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે . અકસ્માતમાં વૃદ્ધનું મોત
વડોદરા નજીક રણોલી ચોકડીથી પદમલા ગામ તરફ વૃંદાવન હોટલની સામે બોલેરો ચાલક ચંદન સભાજીત યાદવે સાયકલ પર જતા 70 વર્ષીય રામજીભાઇ બકોરભાઇ પરમારને ટક્કર મારી હતી. જેમાં રામજીભાઇ પરમારનું મોત થયું હતું. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
http://dlvr.it/T7MCbb

Comments
Post a Comment