Skip to main content

સ્વજનોની રાહમાં 3-3 રાતના ઉજાગરા:રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં 28 મૃતકો પૈકી 13ની થઇ ઓળખ હજુ 15 મૃતકોની ઓળખ બાકી, 8 મૃતદેહ પરિવારને સોંપાયા

રાજકોટમાં બે દિવસ પૂર્વે ટી.આર.પી. ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર FSLમાંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 28 મૃતદેહો પૈકી 13 મૃતદેહના DNA સેમ્પલ મેચ થયાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે પૈકી 8 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. જયારે બાકી મૃતદેહની રાહમાં સતત ત્રણ ત્રણ રાતથી સ્વજનો ઉજાગરા કરવા પડી રહ્યા છે. 8 મૃતદેહની ઓળખ થતા મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા
મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને વહેલા મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ કામગીરી કરી રહી છે. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તાત્કાલીક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા. જે બાદ સોમવારે સાંજ સુધીમાં કુલ 28 મૃતદેહ પૈકી 13 મૃતદેહના ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખ કરી દેવામાં આવ્યા છે. જે પૈકીના 8 મૃતદેહની ઓળખ થતા મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. પરિવારને સોંપવામાં આવેલ મૃતકોની યાદી 1) જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.વ.34),
2) સ્મિત મનીષભાઈ વાળા (ઉ.વ.22)
3) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.વ.21)
4) સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.વ.30)
5) આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.વ.19)
6) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.36)
7) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.વ.24)
8) હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.વ.20)


http://dlvr.it/T7TB8C

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6