રાજકોટ અગ્નિકાંડે સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવ્યો છે. આ કાંડમાં સંડોવાયેલાં અધિકારીઓ સામે આંગળી ચિંધાઇ હોવાથી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ( એસીબી ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેવી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના ભાગરૂપે એસીબીના અધિક નિયામક બિપીન આહીરના વડપણ હેઠળ એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ મંગળવારે રાજકોટ પહોંચીને તપાસનો પ્રારંભ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ ટીમ દ્વારા રાજકોટના ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ હાથ ધરી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ
રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની બેદરકારીના કારણે સમગ્ર બનાવ બન્યો હોવાની હકીકતોનો પર્દાફાશ થવા પામ્યો હતો. જેથી રાજકોટવાસીઓ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઉહાપોહના કારણે સરકાર તરફથી જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાથી માંડીને તેમની સામે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ આદેશના પગલે રાજકોટના ચીફ ટાઉન પ્લાનર એમ.ડી. સાંગઠીયા તથા રાજકોટના ચીફ ફાયર ઓફીસર આઇ.વી. ખેર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડે સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવ્યો આ અધિકારીઓ સામે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસ કરવા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્રારા એસીબીના અધિક નિયામક બિપીન આહીરેના વડપણ હેઠળ આસીસ્ટન્ટ નિયામક અશ્વિન પટેલ સહિત ચાર પોલીસ ઇન્સ્પેકટરો જેમાં પટેલ, લાલીવાલા, બારોટ, વી.બી. આલનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ રાજકોટ ખાતે પહોંચી જઇને તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસ જયારે આરોપીના ઘરે જડતી અને પંચનામુ કરવા જાય તેની સાથે ની સાથે એસીબીના અધિકારીઓ જતાં હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. જો કે એસીબીએ કોઇ આરોપીના ઘરે સ્વતંત્ર દરોડા પાડયાં નહીં હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ કાંડના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો નથી
અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ એસીબીએ હાલ રાજકોટ કાંડના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો નથી. પરંતુ તપાસ દરમિયાન જો આવક કરતાં અપ્રમાણસરની મિલકત મળી આવશે તો તેમની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. આ અંગે અધિક નિયામક બિપીન આહીરેનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
http://dlvr.it/T7csJN

Comments
Post a Comment