મોડાસા શહેરના હાર્દ સમાન ગણાતા નવા એસટી ડેપો સામે શાકભાજીની ખરીદી કરવા આવેલી મહિલાની શાકભાજીના વેપારીએ છેડતી કરતાં મામલો બિચક્યો હતો. ઘટનાના પગલે ટાઉન પોલીસ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો. મહિલાની છેડતીને લઈને આક્રોશમાં આવેલા લોકોએ શાકભાજી લારી પણ ઊંધી વાળી દીધી હતી છેડતી કરનાર શખ્સ ભાગી છૂટ્યો હતો. ટાઉન પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મોડાસા બસ પોર્ટ પાસે શાકભાજીની ખરીદી કરવા આવેલી મહિલાની છેડતી મામલે બબાલ ઉભી થઈ હતી. શાકભાજીના વેપારીએ પતિ અને સાસુ સાથે આવેલી મહિલાની છેડતી કરતાં મામલો બિચકયો હતો વિફરેલા લોકોએ શાકભાજીની લારી રસ્તા ઉપર ઊંધી વાળી આક્રોશ ઠાલવ્યો હતો. છેડતીની ઘટનાની જાણ થતા બાદ હિન્દુ સંગઠનના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાના પગલે ટાઉન પોલીસ પણ દોડી આવી હતી. લોકોનો આક્રોશ જોઈને શાકભાજીનો વેપારી ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યો હતો. ટાઉન પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. મામલો વધુ બીચકે નહીં તે માટે ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો.
http://dlvr.it/T7dLJB
http://dlvr.it/T7dLJB
Comments
Post a Comment