નવસારીના છાપરા રોડ પાસે આવેલ સૂર્યા બંગલો પાસે આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તૂટી જતાં તેને રિપેર કરવા માટે સ્થાનિકોએ પાલિકામાં બે વાર જાણ કરી છતાં કોઈ પરિણામ ન આવતા ગંદા પાણીની દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બાળ અને વૃદ્ધોના આરોગ્ય સાથે ખતરો હોય વહેલી તકે આ લાઈન રીપેર થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે. નવસારીના સૂર્યા બંગલો પાસે બે માસ અગાઉ પાલિકા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાંખવામાં આવી હતી. આ લાઈન તૂટી જતાં ગટરનું ગંદુ પાણી સૂર્યા બંગલોની આસપાસ આવેલી વાડીઓમાં ભરાઈ રહ્યું છે. જેના કારણે 15થી વધુ પરિવારના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. આ બાબતે પાલિકામાં સ્થાનિક અગ્રણી પ્રશાંતભાઈ નાયકે મૌખિક ફરિયાદ કરી હતી. જેને લઇ પ્રથમ વખત આવીને સફાઈ કરી હતી. જેમાં ત્રણ ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યારબાદ પણ લાઈન રિપેર ન થતાં લોકો કાયમી તકલીફ ભોગવી રહ્યાં છે. સમસ્યાના નિકાલનો પ્રયાસ કરાશે
એકવાર ફરિયાદ આવી ત્યારે કોન્ટ્રાક્ટરે કામ કર્યું હતું. વરસાદી લાઈન તૂટેલ હોય આ બાબતે સોમવારે સંલગ્ન વિભાગમાં જાણ કરીને સમસ્યાનો નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.> શશીભાઈ પટેલ, એન્જિનિયર, નવસારી વિજલપોર પાલિકા
http://dlvr.it/T7PVCS

Comments
Post a Comment