ખેલ મહાકુંભ 2024 અંતર્ગત રાજ્યની હાઈએસ્ટ લેવલની બેડમિન્ટન ડબલ ટુર્નામેન્ટમાં ડીસાના બે યુવકોએ મહાનગરોની ટીમોને હરાવી સિલ્વર મેડલ મેળવી સમગ્ર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ડીસા જાણીતા તબિબ ડૉ. વિનય પઢિયાર અને બેડમિન્ટન ખેલાડી પંકજ માધવાણીએ ગુજરાત રાજ્યની સૌથી હાઈએસ્ટ લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ 2024 જે બરોડામાં યોજાઈ હતી. તેમાં સમગ્ર રાજ્યમાં બેડમિન્ટન ડબલ્સમા બીજા નંબરે આવી સિલ્વર મેડલ મેળવ્યો છે. ડો. વિનય પઢિયાર અને પંકજ માધવાણીએ ગાંધીનગર રાજકોટ અને જામનગર જેવી ટીમો કે જ્યાં ખેલાડીઓ માટે સારા મેદાન અને સારા કોચ હોય છે એમને હરાવી આ સિધ્ધિ હાંસલ કરી છે. ડીસા જેવા નાના શહેરમાં જ્યાં કોચ અને બીજી સગવડના હોવા છતાં મેટ્રો શેહરના ખેલાડીઓને હરાવી આ સિધ્ધિ મેળવી ડીસા શહેરનું નામ સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ઉજ્વળ કર્યું છે. બંનેની જોડીને ડીસા સ્પોર્ટ ક્લબ ડીસા સ્પોર્ટ એકેડેમી સહિત રમતગમત સંસ્થાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
http://dlvr.it/T7P86M
http://dlvr.it/T7P86M
Comments
Post a Comment