Skip to main content

દારૂની હેરાફેરી અટકી:વાપીના બલીઠા હાઇવે ઉપર પાર્ક કરેલા કન્ટેનરમાંથી 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો

વલસાડ LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ જિલ્લાના વાપીના બલીઠા હાઇવે ઉપર પાર્ક કરેલા કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. LCBની ટીમે આજુબાજુના વિસ્તારમાં કન્ટેનર ચાલકની શોધખોળ કરતા મળી આવ્યો ન હતો. વાપી ટાઉન પોલીસ મથકે કન્ટેનરમાંથી મળી.આવેલો 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ SP ડો કરનરાજ વાઘેલાએ LCBની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સૂચના આપી હતી. LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વાપી વિસ્તારમાં LCBની ટીમને કારના શો રૂમ સામે મુંબઈ સુરત તરફ જતા રોડ પાસે એક પાર્ક કરેલું કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં વેદેશી દારૂનો જથ્થો હોવાનું અને કન્ટેનર ચાલક આવે એટલે વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈને જવાનો હોવાની બાતમી મળી હતો. આ બાતમીના આધારે વાપીના બલીઠા હાઇવે ઉપર આવેલ કારના શો રૂમ સામે વલસાડ LCBની ટીમે પાર્ક કરેલા વાહનોમાં ચેક કરતા બાતમીના નંબર વાળો કન્ટેનર પાર્ક કરેલી હાલતમાં મળી આવ્યો હતો. કન્ટેનરની ડ્રાયવર કેબિનમાં જોતા કન્ટેનરની ચાવી કન્ટેનરમાંથી મળી આવી હતી. LCBની ટીમે ચેક કરતા કન્ટેનરમાંથી કુલ 5,760 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCBની ટીમે આજુબાજુના વિસ્તારમાં કન્ટેનરના ચાલકની શોધખોળ હાથ ધરી હતી. વલસાડ LCBની ટીમે કન્ટેનરમાંની મળી આવેલો 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરી કન્ટેનર ચાલક અને અન્ય ઇસમોનું પગેરું મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.


http://dlvr.it/T7gzCw

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q