Skip to main content

આયુષ્માન કાર્ડ યોજનાનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ગુનાહિત ષડયંત્ર:તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડૉક્ટરે માત્ર 8 મહિનામાં અઢી કરોડ રૂપિયા પડાવી લીધા

ઈમરાન હોથી આયુષ્માન યોજના હેઠળ વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત નવજાતના શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા એક તબીબનાં કાળા કરતૂતો બહાર આવ્યાં છે. નવજાતને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેમાં નવજાતને ગંભીર બીમારી છે તેવા નકલી રિપોર્ટ તૈયાર કરાવાતા હોવાનું કારસ્તાન દિવ્ય ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે. આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી અને તેનો જીવ પણ બચાવી શકાય છે. નવજાતના કિસ્સામાં સૌથી ગંભીર સ્થિતિ એ હોય છે કે તેને શું દર્દ થાય છે તે જણાવી શકતું નથી. આ જ બાબતનો ફાયદો રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.હિરેન મશરૂએ ઉઠાવ્યો છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી તેમને ત્યાં નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ સીધા ગાયનેક રીફર કરે તે કેસમાં તેમણે કૌભાંડનો નવો રસ્તો અપનાવ્યો છે. પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહિ તેની ખરાઈ કરવામાં આવે છે. નવજાતના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલવામાં આવે અને જ્યારે રિપોર્ટ આવે અને તેમાં કોઇ સમસ્યા ન હોય તો ડો.મશરૂ તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને 7થી 10 દિવસ એનઆઈસીયુમાં દાખલ કરાવી દે છે. ત્યારબાદ આ ડોક્યુમેન્ટ તેઓ આયુષ્માન યોજના કે જે પીએમજેએવાય તરીકે ઓળખાય છે તેના પોર્ટલમાં અપલોડ કરી મંજૂરી મેળવી લે છે. મંજૂરી મળતા પ્રતિ દિવસ તેમને 9થી 10 હજાર રૂપિયા મળવાના શરૂ થાય છે. માત્ર લેબ રિપોર્ટમાં જ ચેડાં કર્યા બાદ તેમણે એક્સ-રેમાં પણ આવી જ ચીટિંગ કરી છે. બે વર્ષ જૂના એક નવજાતને રોગનું નિદાન થયાનું એક્સ રેની પ્લેટના ફોટો લઈ તેમાં નામ કાઢી તેનો ફરી ફોટો પાડી બાળકને સમસ્યા હોવાનું બતાવી તેની પણ સારવારના પૈસા મેળવી લીધા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના પરિવારજનો પાસે એમ્બ્યુલન્સ ચાર્જ પણ લઈ લે છે. ડો.મશરૂએ માત્ર પૈસા જ નહિ પણ અનેક પરિવાર સાથે રમત કરી છે પ્રસૂતાથી તેના સંતાનને દૂર રાખ્યા અને પરિવાર કે જેની ઉપર હવે પ્રસૂતા અને બાળક બંને માટે અલગ અલગ હોસ્પિટલ જવાની ચિંતા પણ આવી છે. આવા અનેક પરિવારો ફક્તને ફક્ત ડો.મશરૂની લાલચને કારણે પીડાયા છે. સ્વસ્થ નવજાતને ભયાનક યાતના આપી શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખતો, દર્દી જેને ભગવાન માને છે તે પૈસાનો પૂજારી નીકળ્યો મંગલમ લેબમાં બાવળિયા પરિવારના નવજાતના રિપોર્ટ કરાયા હતા જેમાં સીઆરપી 3.80 હતું જેને કમ્પ્યૂટરમાં એડિટ કરીને 43.80 કરી દેવાયા હતા. આ રહ્યા અસલ અને નકલી બંને રિપોર્ટ
ડો.મશરુએ આઠ મહિનામાં જ 523 દર્દીમાંથી 2.53 કરોડની કમાણી કરી
ડો.મશરુએ અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર આયુષ્માન કાર્ડના લાભાર્થી તરીકે કરી છે તેની વિગતો મેળવવા પ્રયત્ન કરાયો હતો. જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 523 દર્દીની સારવાર કરી છે અને 2.53 કરોડ રૂપિયા મેળવી લીધા છે. ડો. મશરુનું કારસ્તાન ચાર વર્ષથી ચાલી રહ્યું છે. જેનો આંક મેળવવામાં આવે તેમજ લેબ રિપોર્ટની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવશે.
તબીબના કહેવાથી રિપોર્ટમાં ફેરફાર કરતા કમ્પ્યૂટર ઓપરેટરે જ કર્યો ભાંડાફોડ
નિહિત બેબીકેરમાં ફરજ બજાવતા કમ્પ્યૂટર ઓપરેટર રવિ સોલંકીને ડો.મશરુ વિવિધ રિપોર્ટ મોકલતો હતો. તે રિપોર્ટમાં શું ફેરફાર કરવા તેની મોબાઈલ ફોન પર સૂચના આપીને બાદમાં તેની પ્રિન્ટ કાઢવાનું કહેતો હતો. રવિએ ભાસ્કરને જણાવ્યું હતું કે, તેની પાસે અનેક રિપોર્ટમાં ફેરફાર કરાવાયા હતા. તેને મેડિકલનું જ્ઞાન ન હોવાથી જેમ ડોક્ટર કહેતા તેમ કરતો હતો. જોકે ગુનાહિત કામ હોવાની જાણ થતા તેણે નોકરી છોડી હતી. તેણે ભાસ્કરને વોટ્સએપ દ્વારા રિપોર્ટમાં ફેરફારની વાતચીતની ઓડિયો ક્લિપ આપી હતી.


http://dlvr.it/T6LK3B

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...