સુપરમોલો અને માર્કેટના સંચાલકોની બેદરકારી:ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા પ્રમાણમાં રાખી ઉદાસીનતા દાખવતા તપાસ ટીમના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા
રાજકોટમાં 30થી વધારે નિર્દોષોને ભરખી જનાર ભયાવહ દુર્ઘટના સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ ગેમઝોનો અને સુપરમોલો અને માર્કેટમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ચકાસવાના આદેશ આપ્યા હતા. જેના કારણે ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળ પાલિકા ફાયર બ્રિગેડ અને એમ.જી.વી.સી.એલના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા ગઈકાલે શહેરમાં ધમધમતા ચાર ગેમઝોનોની મુલાકાત લઇને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનોને લઈને હાલ પૂરતા ચાર ગેમઝોનોને બંધ રાખવાના આદેશ ફરમાવ્યો છે. આ સાથે ગોધરાની તપાસ ટીમ દ્વારા શહેરમાં કાર્યરત 7 જેટલા અન્ય મોલો કે જે ગ્રાહકોથી હંમેશા ભરપૂર દેખાતા હોય છે. આ સુપર મોલોમાં પણ એકાદ અપવાદરૂપ ઘટનાને બાદ કરીને ફાયર સેફટીની અપૂરતી સુવિધાઓ અને શોર્ટ સર્કિટથી આગ લાગવાના બનાવવામાં આપો આપ વીજ પ્રવાહને બંધ કરી દેનાર એમ.સી.સી.સી.બી સ્વીચો નાખવામાં મોલોના સંચાલકોએ ભારે ઉદાસીનતાઓ દેખાડી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા તપાસ ટીમના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળની ટીમના સત્તાધીશો દ્વારા શહેરમાં ધમધમતા ચાર ગેમઝોનોની મુલાકાત લઈને સુરક્ષા અને ફાયર સેફ્ટીની સુવિધાઓની ચકાસણીઓ કરી હતી. એમાં દાહોદ રોડ ઉપર આવેલા બે ગેમઝોનો પૈકી પી.ટી. મીરાણી હોસ્પિટલ સામે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર ડોમ બનાવીને ચાલતા ગેમઝોનો અને રમતગમત કિંગડમ ગેમઝોન ફાયર એન.ઓ.સી વગર ચાલતા હોવાનું બહાર આવ્યું હતું. ફાયર સેફ્ટીના ઉપકરણો પણ અભાવ દેખાયો હતો. જો કે આ ચાર ગેમઝોનો હાલ પૂરતા બંધ રાખવાના આદેશ ફરમાવ્યા છે. ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળની તપાસ ટીમે શહેરમાં કાર્યરત 7 મોલોની ફાયર સેફ્ટીની સુવિધાઓની સ્થળ ચકાસણીઓ કરવામાં આવી હતી. જેમાં મોલોના સંચાલકોની ઘણી બધી બેદરકારીઓ દેખાઈ આવી હતી. એમાં ડી માર્ટ મોલમાં જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે ઇમર્જન્સી એક્ઝિટનો ઉપયોગ કરાય છે. આ ઇમરજન્સી એક્ઝિટના દરવાજાને તાળું માર્યું હતું અને સરર્વર રૂમ અને પ્રતિબંધિત વિસ્તારની બાજુમાં ખાલી ખોખાઓ મુકાયા હતા. જ્યારે બંસલ મોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા દેખાઇ રહ્યા હતા. ઝુડીયો મોલમાં ફાયર સેફ્ટીના સાધનો પુરતા પ્રમાણમાં હતા. જ્યારે પેન્ટાલુનમાં શોપિંગ મોલમાં ફાયર એકસ્ટીગ્યુઝરના 11 બોટલો રિફિલિંગ થયા વગરના ખાલીખમ અને ફાયર પંપ પણ બંધ હાલતમાં દેખાયો હતો. શક્તિ સુપર માર્કેટમાં તો કોઈપણ પ્રકારની ફાયર સેફટી રાખવામાં આવી ન હતી કે ફાયર એન.ઓ.સી વગર જ કાર્યરત હોવાનું દેખાયું હતું. જ્યારે ઓશિયા મોલમાં ફાયર સેફટીના સાધનો અપૂરતા અને બંધ હાલતમાં અને ફાયર પ્રેસર પંપ પણ બંધ હાલતમાં દેખાયો હતો.
http://dlvr.it/T7SvKL
http://dlvr.it/T7SvKL
Comments
Post a Comment