Skip to main content

4 જૂનની તૈયારી:વલસાડમાં લોકસભા બેઠકની 24 રાઉન્ડમાં મતગણતરી‎

7 મેના રોજ વલસાડ લોકસભા‎બેઠકના મતદાન બાદ 4 જુને‎વલસાડમાં ચૂસ્ત પોલીસ‎બંદોબસ્ત વચ્ચે ઇજનેરી કોલેજ‎ખાતે યોજાનારી મતગણતરી માટે‎જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયારીઓ‎શરૂ કરી દીધી છે. મતગણતરી કેન્દ્ર‎ખાતે 24 રાઉન્ડમાં મતગણતરીની‎પ્રક્રિયા હાથ ધરાશે.‎ આગામી 4થી જૂને થનાર મત‎ગણતરીની તૈયારીઓ જિલ્લા‎ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં‎આવી રહી છે. વલસાડ જિલ્લામાં‎સૌથી વધુ મતદાન મથકો ડાંગ‎વિધાનસભા મત વિસ્તાર માં 329‎મતદાન મથકો આવ્યા છે. સૌથી‎ઓછા પારડી વિધાનસભા બેઠક‎ઉપર 243 મતદાન મથકોનો‎સમાવેશ થાય છે. વલસાડ‎લોકસભા બેઠક ઉપર 2006‎મતદાન મથકો ઉપર કુલ‎13,52,413 મતદારોએ મતદાન‎કરતાં કોંગ્રેસ ભાજપ સહિત 7‎ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય‎EVMમાં સીલ થયું હતું.‎વલસાડ-ડાંગ લોકસભા મત‎વિસ્તારના 7 વિધાનસભા બેઠકો‎ઉપર રાઉન્ડવાર મતગણતરી‎કરવામાં આવશે. 1 રાઉન્ડમાં 14‎EVMની મતગણતરી‎વિધાનસભા મત વિસ્તાર મુજબ‎કરવામાં આવશે. મતગણતરીના‎આંકડા RO દ્વારા રાઉન્ડ મુજબ‎જાહેર કરાશે.‎ ગુજરાતમાં સૌથી વધુ મતદાન‎વલસાડ લોકસભા બેઠક ઉપર‎72.71% મતદાન નોંધાયું હતું.‎જેમા 13,52, 413 મતદારોએ‎મતાધિકારનો ઉપયોગ કર્યો‎હતો. વલસાડ લોકસભા બેઠક‎ઉપર કુલ 2006 મતદાન મથકો‎પૈકી ડાંગમાં 329, વાંસદા 321,‎ધરમપુર 278, વલસાડ 266,‎પારડી 243, કપરાડા 298 અને‎ઉમરગામમાં 271 મતદાન‎મથકો પર થયેલા મતદાનની‎મતગણતરી વલસાડમાં‎ઇજનેરી કોલેજમાં થનાર છે.‎ વલસાડ લોકસભા બેઠક ઉપર સૌથી ઓછા મતદારો અને‎વધુ મતદાન મથક ધરાવતી ડાંગ વિધાનસભા બેઠક ઉપર‎કુલ 329 મતદાન મથકો આવ્યા છે.ડાંગની 24 રાઉન્ડમાં‎મતગણતરી યોજાશે.વલસાડ લોકસભાની બેઠક ઉપર કુલ‎24 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. દરેક રાઉન્ડ નિર્ણાયક‎અને રસપ્રદ બની રહેશે‎


http://dlvr.it/T7PV5v

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6