Skip to main content

અરજદારોને રાહત:પાટણ જિલ્લામાં વિલંબિત જન્મ-મરણ નોંધણી માટે તાલુકા મામલતદારોને અધિકૃત કરાયા

પાટણ જિલ્લાનાં તાલુકા મથકેથી જ જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જ હવે જન્મ અને મરણની વિલંબિત નોંધણીનાં હુકમો મળી શકશે તેવી વ્યવસ્થા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ વ કલેકટરે ગોઠવતાં જન્મ અને મરણનો વિલંબિત નોધણીનાં હુકમો માટે કોર્ટના ધક્કા ખાવા નહિ પડે. જે તે તાલુકા સ્તરેથી તેઓને જન્મ-મરણ નોંધણીનાં હુકમો મળી શકશે. અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા કે મૃત્યુ પામેલા લોકોની સમયસર નોંધણી ન કરાવી શકેલા પરિવારો તેમનાં જન્મેલા કે નિધન પામેલાઓનાં જન્મ-મરણની નોંધણી માટેનાં ઓર્ડર જે તે તાલુકાનાં કાર્યક્ષેત્રની અદાલતોમાથી હુકમો મેળવીને જન્મ-મરણ નોંધણી કચેરીમાં રજૂ કરવા પડતા હતા તે ત્યારબાદ નોંધણી કરવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું અગાઉ વિસ્તરણ કરીને કોર્ટ ઉપરાંત પાટણ જિલ્લાનાં વિવિધ તાલુકા સ્તરનાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ વ પ્રાંત અધિકારીઓને આ પ્રકારના હુકમો આપવાની સત્તા પાટણ કલેક્ટરે સોંપી હતી. પરંતુ પાટણ જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ પર વિવિધ કામગીરીઓનું ભારણ વધારે હોવાથી તેઓની રજૂઆતો બાદ પાટણ જિલ્લા કલેક્ટરે આ પ્રકારની વિલંબીત જન્મ-મરણની નોંધણી માટેનાં હુકમોની સત્તા પાટણ તાલુકા શહેરી મામલતદારોને સુપ્રત કરી છે. કલેક્ટરનાં આ હુકમથી પાટણ શહેર જેવા જિલ્લા મથકનાં અને તાલુકાનાં લોકોને વધારે ફાયદો થશે. કારણ કે, સૌથી વધારે જન્મ-મરણની નોંધણી પાટણ નગરપાલિકાની રજિસ્ટ્રાર કચેરીમાં થતી હોય છે ને એનાં વિલંબિત નોંધણીનાં હુકમો મેળવવા માટેની પાટણ મામલતદાર કચેરી પણ નગરપાલિકાની પાસે જ હોવાથી લોકોને સરળતા રહેશે. પાટણ જિલ્લા કલેક્ટરે પાટણ જિલ્લાનાં એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ વ મામલતદારોને આ સત્તા આપતાં તા. 16-5-2024 નાં હુકમમાં જણાવ્યું છે કે, જન્મ-મરણ નોંધણી (સુધારો) એક્ટ-2023 અન્વયે જણાવેલી સત્તાઓ સુપ્રત કરવાની થતી હોવાથી ભારત સરકારનાં કાયદા અને ન્યાય મંત્રાલય (લેજીસ્ટેટિવ ડિપાર્ટમેન્ટ) દ્વારા પ્રસિધ્ધ થયેલ જન્મ-મરણ નોંધણી સુધારા એક્ટ-2023 તા. 11-8-2023 થી મળેલી સત્તાની રૂએ પાટણ જિલ્લામાં જ્યાં જન્મ અને મરણ થાય તે વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવતા તમામ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને આ સુધાર અધિનિયમ મુજબ જન્મ-મરણની નોંધણી બાબતે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવ્યાં છે. તેવું પાટણ જિલ્લા કલેક્ટર વ જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયને પોતાનાં હુકમમાં જણાવ્યું છે.


http://dlvr.it/T7XR6C

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n