છેલ્લા 14 દિવસથી ગાંધીનગરમાં સવારે 8થી 12 કલાક સુધી 8 અને સાંજે 4થી 8 કલાક સુધી 12 કેસ લૂ લાગવાના નોંધાયા છે. જ્યારે તેની સામે બપોરે 12થી 4માં 6 અને રાત્રે 8થી 12માં 6 કેસ ઇમરજન્સી સેવા 108માં નોંધાયા છે. આથી છેલ્લા 14 દિવસમાં લૂ લાગવાના કુલ-35 કેસ નોંધાતા ઇમરજન્સી સેવા 108 સતત દોડતી રહી હતી. ચાલુ વર્ષે ઉનાળાની સીઝનમાં ગરમીના પ્રકોપની અસર ચાલુ મે માસમાં જોવા મળી રહ્યો છે. તેમાં ગત તારીખ 11મી, મેથી નગરનું મહત્તમ તાપમાન 41 ડીગ્રીથી વધારે રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડીગ્રીથી વધારે ઉંચું રહેતા લૂ લાગવાના કેસમાં ઉછાળો આવ્યો છે. તેમાં ઇમરજન્સી સેવા 108ના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 11મી, મે-2024થી તારીખ 24મી, મે-2024 સુધીમાં લૂ લાગવાના કુલ-35 કેસ નોંધાયા છે. તેમાં ઉલટીના એક, હાઇ ફિવરના 31, ચક્કર આવવાના 2, અન્યના એક સહિત કુલ-35 કેસ થાય છે. તેમાંય સવારે 8થી 12 કલાકના અને સાંજે 4થી 8ના સમયગાળામાં કેસ વધારે નોંધાયા છે. જેમાં સવારે 8થી 12માં હાઇ ફિવરના 8 કેસની સામે સાંજે 4થી 8 સમયગાળામાં હાઇફિવરના 10 કેસ, ચક્કરના એક અને અન્ય બિમારીના એક સાથે કુલ-12 કેસ નોંધાયા છે. આથી સવારે અને સાંજના સમયે લૂનો ભોગ લોકો વધારે બની રહ્યા હોય તેમ ઇમજન્સી સેવા 108માં નોંધાયેલા કેસ ઉપરથી લાગી રહ્યું છે. જ્યારે તેની સામે ભલે સતત 14 દિવસ સુધી રાત્રીનું લઘુત્તમ તાપમાન 29 ડીગ્રીથી વધારે રહ્યું હતું. તેમ છતાં રાત્રે 8થી 12 કલાકમાં હાઇફિવરના 5 કેસ અને વોમીટીંગ તેમજ દુખાવો સહિતના એક સાથે કુલ-6 કેસ નોંધાયા છે. જ્યારે બપોરે નગરવાસીઓ કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હોવાથી કેસમાં ઘટાડો નોંધાયો છે. આથી બપોરે 12થી 4 કલાક દરમિયાન હાઇ ફિવરના 5 કેસ અને ચક્કર આવવાના 1 સહિત કુલ-6 કેસ નોંધાયા હતા. જ્યારે સામાન્ય સમયમાં કેસમાં કોઇ જ વધારો જોવા મળતો નથી તેમ ઇમરજન્સી સેવા 108માં નોંધાયેલા કેસ પરથી લાગી રહ્યું છે.
http://dlvr.it/T7RGhT
http://dlvr.it/T7RGhT
Comments
Post a Comment