ડબ્બા ટ્રેડિંગ શેર બજારનું એક પ્રકારનું પ્રોક્સી ટ્રેડિંગ છે. આ ગેરકાયદે અને બનાવટી સ્ટોક ટ્રેડિંગ છે જે સ્ટોક એક્સચેન્જોની બહારથી સંચાલિત થાય છે. ડબ્બા ટ્રેડિંગમાં પણ શેર બજારની જેમ જ એ વાત પર દાવ લગાવીને પૈસા કમાવવામાં આવે છે કે બજાર આગળ કઇ દિશામાં જઇ શકે છે. લોકસભાની ચૂંટણી યોજાતા કેન્દ્ર સરકારમાં હવે બીજેપી કે ઇન્ડિ એલાઇન્સ માંથી કઈ સરકાર આવે છે તેના ઉપર શેર બજાર નો આંક ઉપર જશે કે નીચે તેનો આધાર છે. શેર માર્કેટના કાયદેસર વ્યવસાયની સમાંતર ચાલતા ડબ્બા ટ્રેડિંગમાં આ જ કારણસર આઠ દિવસથી વેપાર બંધ છે. સૂત્રોના જણાવ્યા મુજબ 4 જૂનના મતગણતરી બાદ જે સરકાર સત્તા પર આવશે તે પરથી તેલ અને તેલની ધાર જોઈને આ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ 10 જૂને ડબ્બો ચાલુ થાય તેવી શક્યતા બતાવે છે. ત્યારે આ ગેરકાયદેસર વેપાર કરતા ટ્રેડર્સ કેન્દ્ર સરકારની નીતિ અને રીતિ આધારિત સોદાઓ કરતા થશે તેને 15 થી 20 દિવસ લાગી જશે તેવું સૂત્રો કહે છે. કોઇ ટેક્સ ભરવાનો ન હોવાથી સરકારને કરોડોનો ચૂનો
જો શેર બજારના કાયદેસરના કારોબારને જોઇએ તો જ્યારે કોઇ રોકાણકારને શેર કે કોમોડિટી માર્કેટમાં રોકાણ કરવાનું હોય છે તો તે કોઇ બ્રોકર સાથે વાત કરે છે. બ્રોકર તેના માટે સારી ડીલ શોધી કાઢે છે. શેર માર્કેટમાં બિઝનેસ કરવા માટે કસ્ટમર કે બ્રોકરની પાસે વેલિડ ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જોઇએ. આ જ પ્રકારની ડીલ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STT કે કોમોડિટી ટ્રાન્ઝેક્શન એટલે કે CTT ચૂકવવાનો હોય છે. પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં આવું કંઇ નથી હોતું. તેમાં વાસ્તવિક એક્સચેન્જો પર શેરોની કોઇ ખરીદી તો હોતી જ નથી એટલે ન તો કોઇ ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવાનો હોય છે અને ન તો કોઇપણ જાતનો ટેક્સ. સરવાળે સરકારને કરોડોનો ચૂનો લગાવવામાં આવે છે.
http://dlvr.it/T7PL7d

Comments
Post a Comment