યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશજગત મંદિરમાં સેવાપૂજા-યજમાનવૃત્તિ કરનારગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલામંડળ દ્વારા વૈશાખ સુદપૂર્ણિમાના દિવસે ભવ્ય ચુંદડીમનોરથ ઉજવવામાં આવ્યોહતો.દ્વારકાધીશ જગત મંદિરનાસ્વર્ગદ્વાર 56 સીડી પાસેગોમતીઘાટ પરના ગોમતીમંદિરથી સામેના ઘાટ પંચ તીર્થસુધીની માં ગોમતીને ચુંદડીઅર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુગ્ગુળી બ્રાહ્મણજ્ઞાતિ મહિલા મંડળ પ્રમુખ સહિતકારોબારી સદસ્યો તેમજ મહિલામંડળ સદસ્યો વિશેષ ઉપસ્થિતરહ્યા હતા.ગોમતી મંદિરમાંચુંદડીનું વિધિવિધાનથી પૂજન કરી ગોમતીઘાટ પર ગોમતી માતાની આરતી કર્યા બાદગોમતી નદી પર લગભગ 35 જેટલી સાડીઓ સાથે એકત્ર કરી ચુંદડી મનોરથ ઉજવવામાંઆવ્યો હતો. ગોમતી મંદિરના પૂજારી ચંદ્રેશભાઇ દ્વારા ચુંદડી મનોરથનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે,આ પરંપરા ગંગાજી, યમુનાજી, નર્મદાજીવગેરે સ્થાનો પર પૌરાણિકકાળથી ચાલી રહી છે ત્યારેદ્વારકામાં દ્વારકા પૂર્વ શારદાપીઠાધીશ્વર બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજનીઆજ્ઞાથી આ પરંપરાની શરૂઆતકરવામાં આવી છે.
http://dlvr.it/T7Mfk2
http://dlvr.it/T7Mfk2
Comments
Post a Comment