દબાણ હટાવ કામગીરી:વેરાવળ-તાલાલા રોડ પર 42 વાણિજ્ય હેતુના દબાણો દૂર થયા, ઇણાજ પાટીયા પર તંત્રની દબાણ હટાવ કામગીરી
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ તાલાળા રોડ ઉપર બંને બાજુ આવેલા 15000 સ્ક્વેર ફૂટ વિસ્તારનાં વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવળ-તાલાળા રોડ (ઇનાજ પાટીયા) ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધાતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદ્દભવતી હતી. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા,અધિક નિવાસી કલેકટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઈણાજ પાટીયાએ આવેલ કુલ 42 દુકાન ધારકોને નિયમોનુસાર નોટિસ આપતા, દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ 15000 સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવેલ છે.
http://dlvr.it/T7Tq03
http://dlvr.it/T7Tq03
Comments
Post a Comment