મહિલાની છેડતી કરતા બે પક્ષ વચ્ચે બબાલ:મોડાસાના બસપોર્ટ વિસ્તારમાં શાકભાજી લેવા આવેલી મહિલાની છેડતી થતાં બે જૂથ વચ્ચે ઘર્ષણ; મોડાસા ટાઉન પોલીસે મામલો શાંત પાડી 4ને દબોચ્યા
કોઈપણ મહીલા હોય ઘર વપરાશમાં વપરાતી ચીજવસ્તુ લેવા પોતે જ જતી હોય છે અને જ્યાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય ત્યાં વેપારીઓએ પણ સંયમી બનીને મર્યાદા જાળવવાની હોય છે. જો ધંધાના સ્થળે કોઈ ખરાબ કરતૂત કરી તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડતા હોય છે. આવી એક ઘટના મોડાસા શહેરમાં બનવા પામી હતી. મોડાસા શહેરના નવા બસપોર્ટ વિસ્તારમાં એક મહિલા શાકભાજી લેવા માટે એક શાકભાજીની લારી પર ગઈ હતી. તે દરમિયાન શાકભાજી વાળાએ મહિલાની છેડતી કરી હતી. સમગ્ર હકીકત મહિલાએ એના પરિવારજનોને કહેતા પરિવારજનો તરત જ શાકભાજીની લારી પર દોડી આવ્યા હતા અને બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી. રોષના કારણે શાકભાજીની લારીમાંથી શાકભાજી પણ નીચે પડી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને બંને પક્ષના લોકોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસે ત્રણ લોકોને દબોચીને કાર્યવાહી હાથ ધરી હતી.
http://dlvr.it/T7cXS0
http://dlvr.it/T7cXS0
Comments
Post a Comment