સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ઘટ નિવારવા અવારનવાર રજૂઆતો થાય છે.ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં માસ્તર મળતા નથી અથવા જે આવે છે તે બદલી કરાવી જાય છે પરિણામે સ્ટાફઘટનો મુદ્દો ઉકેલાતો નથી ત્યારે જિલ્લામાં શિક્ષકોની કાયમી ભરતી કરવા અથવા જ્ઞાન સહાયકની ભરતીમાં વયમર્યાદા તેમજ ટેટ-ટાટ પાસના નિયમોને દૂર કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી. ગત શૈક્ષણિક વર્ષથી ચાલુ થયેલ જ્ઞાન સહાયકની યોજનામાં વય મર્યાદા તેમજ ફરજિયાત ટેટ-ટાટ પાસના નિયમોને કારણે અંતરીયાળ ગામોમાં જ્ઞાન સહાયક મળતા નથી અને જો મળે છે તો લાંબો સમય ટકતા નથી.આ બન્ને પરિસ્થિતિમાં કચ્છનું શિક્ષણ કથળે છે. જ્ઞાન સહાયક માત્ર એક વચગાળાની રાહત છે.શક્ય હોય તો કચ્છમાં શિક્ષણની વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા બેરોજગાર યુવાનોની ખાલી જગ્યા પર ભરતી કરાય તો આ પ્રશ્ન ઉકેલાઇ શકે તેમ છે કચ્છની ઘણી શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે,જેની પણ બદલી થઈ હોવાથી જગ્યા ખાલી રહે છે.સ્થાનિક ભરતી દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
http://dlvr.it/T7Tc0z
http://dlvr.it/T7Tc0z
Comments
Post a Comment