રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારની સૂચનાના પગલે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના પગલે અધિક કલેકટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના 22 જેટલા અધિકારીઓની ટીમ રચી 19 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં બાલભવન અને ફનવર્લ્ડને બાદ કરતા 11 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાની તથા અન્ય પણ ઘણી બધી ત્રુટીઓ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જે અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવારે ફન બ્લાસ્ટ, ઇન્ફિનિટી સ્પોર્ટસ, નોક આઉટ, વેસ્ટર્ન ગેમ ઝોન, કોસ્મોપ્લેક્સ ગેમ ઝોન, રિલાયન્સ મોલ ગેમ ઝોન, ક્રિસ્ટલ મોલ ગેમ ઝોન, વૂફી ગેમ ઝોન, એવીઆઇ ગેમ ઝોન, વાઉ ગેમ ઝોન, ફન વર્લ્ડ, બાલભવન અને જીએસઆરટીસી પોર્ટ ખાતે શિફ્ટેડ ટુ બોમ્બે સુપર મોલ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિક કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં તપાસ અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને આપી દેવાયો છે. જ્યારે લાઇસન્સ અંગેની તપાસ પોલીસતંત્રના કાર્યક્ષેત્રમાં આવે છે.
http://dlvr.it/T7TQ6w
http://dlvr.it/T7TQ6w
Comments
Post a Comment