Skip to main content

વડોદરા સમાચાર:વડોદરા જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરવાનો સમય વહેલો કરાયો, શ્રમયોગીઓને છાશનું વિતરણ કરાયું

વડોદરા જિલ્લામાં 174 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા ઉનાળા સામે રાહત આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિટવેવથી સ્થિતિને ધ્યાને રાખીને મનરેગામાં કામનો સમય વહેલો કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે જણાવ્યું કે, મનરેગાના શ્રમયોગીઓને રાહત આપવા માટે હવે સવારે 6 વાગ્યાથી બપોરના 11 વાગ્યા અને સાંજના 4થી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું
જિલ્લામાં હાલમાં 174 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો ચાલી રહ્યા છે અને તેમાં 1995 શ્રમયોગીઓ જોડાયા છે. આકરા ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને કામના સ્થળે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કામનો સમય વહેલો કરવામાં આવતા શ્રમયોગીઓને ખાસ રાહત થઇ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની મનરેગા હેઠળ રોજગારીની તારીજ જોઇએ તો અત્યાર સુધીમાં મનરેગા હેઠળ 1,24,347 પરિવારોના 2,35,204 સભ્યોની નોંધણી થઇ છે. તેમાંથી 3,438 પરિવારના 4,571 વ્યક્તિએ કામની માંગણી કરી છે. હાલમાં 1995 વ્યક્તિ કામમાં જોડાયા છે. ઘનશ્યામ મહારાજ દ્વિદશાવદી 20મો પાટોત્સવ નિમિત્તે ભવ્ય હરીયાગ યોજાયો
​​​​​​​વડોદરા કારેલીબાગ ઘનશ્યામ મહારાજના 20માં પાટોત્સવ નિમિત્તે આજે ચોથા દિવસે સમગ્ર દિવ્ય મહોત્સવના પ્રેરક પ.પૂ.સદગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી, કુંડળધામ એ શિક્ષાપત્રી ભાષ્યની કથાના ચોથા દિવસે સવારની કથામાં પૂજ્ય સ્વામીએ હજારો હરિભક્તોને દંડવત ,પ્રદક્ષિણા અને મંત્ર જાપનો મહિમા સમજાવ્યો હતો. પ્રદક્ષિણા અને દંડવતથી કેવું ફળ પ્રાપ્ત થાય છે ? જીવનમાં તેનું કેવું મહત્વ છે ? તે વિશે જુદા જુદા ગ્રંથોના સંદર્ભથી વિસ્તૃત છણાવટ કરી હતી. હજારો હરિભક્તો ગુરુજીના દિવ્ય વક્તવ્યથી ભાવવિભોર બની ગયા હતા. હરિભક્તો શ્રદ્ધાસાગરમાં ડૂબી ગયા ​​​​​​​
મંદિરના પ્રાંગણમાં હરિયાગ મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો યજમાન પરિવારે લાભ લીધો હતો. પૂજ્ય ગુરુજીએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની હરિભક્તોને સમજ આપી હતી. આપણી વૈદિક સંસ્કૃતિની જાળવણી માટે હરિભક્તોને અનુરોધ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોના વિવિધ સંદર્ભો ટાંકી પૂજ્ય ગુરુજીએ પુનર્જન્મ વિશે સત્ય ઘટના સંભળાવી હતી, જેને પગલે હરિભક્તો શ્રદ્ધાસાગરમાં ડૂબી ગયા હતા. અન્ય વિવિધ સંતોએ પણ પોતાના વાણીરૂપી અમૃતનો લાભ આપી હરિભક્તોને લાભાવલી કર્યા હતા. ભવ્ય અન્નકૂટનું આયોજન થશે
​​​​​​​આવતીકાલે તારીખ 25 મે, 2024ના રોજ લાડીલા ઘનશ્યામ મહારાજનો દિવ્ય પાટોત્સવ નિમિત્તે ભવ્ય દૂધ, દહીં મધ, કેસર, સાકાર પંચામૃત અને વિવિધ રસોથી વ્હાલા ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભવ્ય અન્નકૂટ ઘનશ્યામ મહારાજ ને ધરાવવામાં આવશે, જેમાં અનેકવિધ આઈટમોથી ભવ્ય અન્નકૂટનું આયોજન થશે. મુસાફરોએ નોંધ લેવી
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન પર વિરાર-વૈતરણા સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 90 પર PSC સ્લેબ સાથે સ્ટીલ ગર્ડરને બદલવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 24/25મી મે, 2024ના રોજ 22.50 કલાકથી મધ્યરાત્રિ 04.50 સુધી રહેશે. આ બ્લોકને કારણે, ટ્રેન નંબર 12928 એકતા નગર - દાદર એક્સપ્રેસ એકતા નગરથી બે કલાકમાં રીશેડ્યુલ કરવામાં આવશે. આ ટ્રેન આજે તેના નિર્ધારિત સમયને બદલે 23.25 કલાકે (બે કલાક મોડી) દોડશે.


http://dlvr.it/T7Lv4m

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv