ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કાર્યવાહી:અરવલ્લી જિલ્લામાં કલેક્ટર દ્વારા રચાયેલ કમિટી દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું, ફાયર સુવિધા ના હોય એવા એકમોને નોટિસ આપી
કોઈપણ એકમ હોય તેમાં કોઈ દુર્ઘટના ના સર્જાય અને જો દુર્ઘટના સર્જાય તો એમાંથી કાઈ રીતે બચી શકાય એ માટે સરકાર દ્વારા બનાવેલ નિયમ મુજબની સાધન સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એ માટે અરવલ્લી જિલ્લામાં કલેક્ટર દ્વારા રચાયેલ કમિટી દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં જે દુર્ઘટના બની તેના પછી દરેક જિલ્લા કલેક્ટરને જિલ્લામાં એક સમિતિ બનાવવા અને એ સમિતિ દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન કલાસીસ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા નિયમોનુસાર છે કે નહીં વગેરે બાબતે તપાસ કરવા હુકમ કરતા અરવલ્લીમાં મોડાસા નગરપાલિકા સીઓના અધ્યક્ષસ્થાને અલગ અલગ વિભાગના સાત કર્મચારીઓની સમિતિ બનાવીને મોડાસા શહેરના અલગ અલગ 35 એકમોમાં તપાસ હાથ ધરી હતી અને જેમાં ત્રણ ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટીની સુવિધા ના હતી. તેમજ અન્ય બે એકમોમાં પણ ફાયર સેફટીના અભાવના કારણે નોટીસ આપી હતી અને દિન 3માં ફાયર સુવિધા એનઓસી વગેરેની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. આમ તંત્રએ લાલ આંખ કરતા અન્ય એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
http://dlvr.it/T7b0lz
http://dlvr.it/T7b0lz
Comments
Post a Comment