બિનખેતીના બોગસ હુકમનો પર્દાફાશ:દાહોદમાં નકલી હુકમ બનાવવા મામલે બે અલગ અલગ પોલીસ ફરિયાદ, બે શખ્સોના 3 દિવસના રિમાન્ડ મંજૂર
દાહોદ પોલીસે એક અરજીના સંદર્ભે તપાસ કરતા જમીન એનએ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જેમા બે પોલીસ મથકોમાં બે જુદી જુદી ફરિયાદો નોંધાવાઈ છે.અત્યાર સુધી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, પોલીસે પકડાયેલા પૈકી 2 આરોપીઓને કોર્ટ મા રજુ કરતા કોર્ટે 2 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ પોલીસને એક અરજી મળી હતી.જેમાં ખેતીની જમીન એનએ કરવાના ખોટા હુકમો કરી સરકારી પ્રીમિયમનું સરકારને નુકસાન કરાવાતુ હોવાની રજૂઆત કરવામા આવી હતી.જેની તપાસ શરુ કરવામા આવતા સર્વે નંબર 303,305 અને 306 નંબરની જમીન જેનો માલિક ઝકરિયા મહેમુદ ટેલર છે તેની જમીનનો જીલ્લા વિકાસ અધિકારીની સહીથી એનએ કરવાનો હુકમ કરી તેની નોંધ કરાવી પ્લોટ પાડી વેચવામા આવતા હતા.જેની જાણ જિલ્લા વિકાસ અધિકારીને કરાતાં આ હુકમ ખોટો હોવાનું સાબિત થતા ઝકરિયા મહેમુદ ટેલર અને ખોટો હુકમ બનાવનાર સામે બી ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ નાયબ ચીટનીશ વિજય ડામોર દ્રારા ફરિયાદ નોંધાંવાઈ હતી.જેની તલસ્પર્શી તપાસ અને જમીન માલિકની પુછપરછ કરતા આ હુકમ શૈશવ શિરીષ ચંદ્ર પરીખે કરાવ્યો હોવાનું ખુલતા પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.તેવી જ રીતે અન્ય સર્વે નંબર 376/1/1/4 વાળી જમીન મામલે પણ દાહોદના એસડીએમનો એનએનો નકલી હુકમ તૈયાર કરી તેને સાચો અસલી હુકમ બતાવી નોંધ પડાવવાની તજવીજ હાથ ધરાતા તેનો પણ ભાંડો ફુટતા હારુન સલીમ પટેલ અને શૈશવ શિરિષ ચંદ્ર પરીખ સામે એસડીએમ નિલાંજસા રાજપૂતે એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવાઈ છે. પોલીસે સંદર્ભે જિલ્લા પંચાયત કચેરી દાહોદનો ખોટો હુકમ બનાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ ઈ.પી.કો. કલમ 406, 420, 465, 467, 468, 471, 472, 34, 120 (બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ શહેર નજીક નગરાળામાં જેસાવાડા રોડ ઉપર આવેલી જમીનના કૌભાંડ અંગે દાહોદ જિલ્લા પંચાયતની મહેસુલ શાખાના ઇન્ચાર્જ નાયબ ચીટનીશે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, દાહોદ કસ્બા ખાતા નં.7878 રેવન્યુ સર્વે નંબર 303303 જેનું ક્ષેત્રફળ 1-11-2929 હેક્ટર આરે ચો.મી તથા ખાતા નંબર 1338ના રેવન્યુ સર્વે નંબર 305 જેનું ક્ષેત્રફળ 1-72-9999 બહે.આરે ચોંમી તથા 30630 જેનું ક્ષેત્રફળ 2-59-00 હે આરે ચો.મી વાળી ખેતી લાયક જમીન બાબતે 2015થી 2018 વચ્ચે થયેલા બિનખેતીના ખોટા હુકમો અંગે રેકર્ડ ઉપર ખાત્રી કરતાં આ સર્વે નંબરના જિલ્લા પંચાયતના સક્ષમ અધિકારીના નામના બિનખેતીના હુકમો ખોટા બનાવટી બનાવીને ખરા તરીકે ઉપયોગ કરીન સરકારને પ્રિમીયમની રકમનું નુકસાન કરી ઠગાઇ કરાઇ હોવાનું જણાયુ હતું. આ મામલે પોલીસે દાહોદ શહેરના ઝકરીયા મહેમુદભાઇ ટેલર અને જિલ્લા પંચાયત કચેરી દાહોદનો ખોટો હુકમ બનાવનાર સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસની તપાસમાં આ ખોટા હુકમ દાહોદના બિલ્ડર શૈષવ શિરીષચંદ્ર પરીખે બનાવ્યા હોવાનું ખુલ્યુ હતું. તેવી જ રીતે દાહોદના પ્રાંત અધિકારી એન.બી રાજપુતે રળિયાતી ગામના હોળી આંબા વિસ્તારની જમીન મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, રેવન્યુ સર્વે નંબર 376-1-1 પૈકી 4 જેનું ક્ષેત્રફળ 0-36--03 હે આરે ચોમી વાળી જમીનમાં પ્રાંત કચેરી દાહોદના નામનો ખોટો એનએ હુકમ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને સરકારને પ્રિમીયમની રકમનું નુકસાન પહોંચાડી ઠગાઇ કરાઇ છે. સિટી સર્વે રેકર્ડ એનએ 376-1-1 પૈકી 4નું પાનિયુ હારૂનભાઇ રહીમભાઇ પટેલના નામનું છે તેમણે 6303 ચો.મી માંથી પ્લોટીંગ કરીને તેનું ઉત્તરોતર વેચાણ કરી દીધુ છે. પ્રકરણમાં પણ ખોટો એનએ હુકમ બનાવવામાં પણ બિલ્ડર શૈષવ શિરીષચંદ્ર પરીખનું નામ સામે આવ્યુ હતું. હાલમાં બંને ફરિયાદમાં પોલીસે જમીન માલિક હારૂન પટેલ, ઝકરિયાભાઇ અને શૈષવની ધરપકડ કરી છે. પોલીસે ઝકરિયાભાઇ અને શૈષવને કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
http://dlvr.it/T7g3dJ
http://dlvr.it/T7g3dJ
Comments
Post a Comment