કાળઝાળ ગરમી સાથે ભારત ખાસ કરીને બાળકોમાં ડિહાઈડ્રેશનને નાથવા માટે ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. ભારતમાં અતિસાર બાળકોમાં મરણાધીનતાનું ત્રીજું મુખ્ય કારણ છે. ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ (ઓઆરએસ) મહત્ત્વપૂર્ણ ઔષધિ હોવા છતાં તાજેતરનો એનએફએચએસ-5 ડેટા દર્શાવે છે કે અતિસારથી પીડાતા ફક્ત 60.6 ટકા બાળકોને ઓઆરએસ પ્રાપ્ત થાય છે, જે વધુ જાગૃતિ અને યોગ્ય ઉપયોગિતાની જરૂર આલેખિત કરે છે. નાનાવટી મેક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી, હેપાટોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર શ્રી વિભોર બોરકરે અતિસાર અને ડિહાઈડ્રેશનથી પીડાતા બાળકોના ઉપચારમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપતાં જણાવ્યું હતું કે, “અતિસારથી પ્રવાહી ઝડપથી ઓછું થાય છે, ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન પેદા થાય છે અને ડિહાઈડ્રેશન પેદા થાય છે. ઓઆરએસ સરળ છતાં શક્તિશાળી સમાધાન છે, જે ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ખાધ પરી કરીને ગૂંચ નિવારે છે અને ઝડપી રિકવરી કરે છે. અત્રે નોંધનીય છે કે ઓઆરએસ અસરકારક હોવા સાથે સુરક્ષિત પણ છે. ખોટી સોલ્ટ અથવા શુગરની રચનાઓનો ઉપયોગ કરવાથી અવરોધરૂપ પરિણામો આવી શકે છે.”ગ્લેનઈગલ્સ હોસ્પિટલ, પરેલ, મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના મુખ્ય અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. લલિત વર્મા સમજાવે છે, “ડિહાઈડ્રેશન પછી અતિસારને નાથવા માટે ઓઆરએસનો યોગ્ય પ્રકાર પસંદ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. ઓઆરએસ અને વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ શુગર આધારિત પીણાં વચ્ચે ફરક સમજવો તે મહત્ત્વપૂર્ણ છે. આ પીણાં મર્યાદિત માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને પાણીની ખાધ પૂરી કરી શકે છે, પરંતુ તેમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ઝડપી શોષકતા માટે જરૂરી મહત્ત્વપૂર્ણ ગ્લુકોઝ- સોડિયમ અને પોટેશિયમના પ્રમાણનો અભાવ છે, જે ડિહાઈડ્રેશનનો ઉપચાર કરવા માટે અત્યંત અનિવાર્ય છે.”
અતિસાર સાથેના 60.6 ટકા ભારતીય બાળકો જીવનદાયી ઓઆરએસની તક ચૂકી જાય છે. અતિસાર બાળકોની મરણાધીનતામાં તૃતીય ક્રમે આવે છે, જે ઓઆરએસ પ્રત્યે વધુ જાગૃતિ પર ભાર આપે છે. ઓઆરએસઃ ડિહાઈડ્રેટેડ બાળકોમાં ઝડપી રિકવરી માટે સરળ, શક્તિશાળી સમાધાન છે. ઉનાળામાં હાઈડ્રેટેડ રહો, ડબ્લ્યુએચઓએ ભલામણ કરેલું ઓઆરએસ અજમાવો. સૂઝબૂઝપૂર્વક પસંદગી કરોઃ અસરકારક ડિહાઈડ્રેશનન ઉપચાર માટે શુગરવાળાં પીણાં સામે ડબ્લ્યુએચઓ માન્ય ઓઆરએસ.
http://dlvr.it/T7K7kF

Comments
Post a Comment