પતિએ જ પત્નીને મોતે ધાટ ઉતારી:વડાલીમાં પતિએ પત્નીને ગળામાં ધરિયાના ઘા મારી હત્યા કરી, પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી
સાબરકાંઠા જિલ્લાના વડાલીના સગરવાસમાં ઘરમાં જ પતિએ અગમ્ય કારણોસર પત્નીને ગળાના ભાગે ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી છે. જેને લઈને વડાલી પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, વડાલીમાં આવેલ સગરવાસમાં બુધવારે સવારે મગન દેવકરણભાઈ સગરે પત્ની લક્ષ્મીબેન (ઉવ.35)ને કોઈપણ કારણોસર ધારિયા વડે ગાળામાં તેમજ દાઢીની બંને બાજુ ઘા કરી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે વડાલી પોલીસને જાણ કરતા PSI જે.એમ.રબારી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એફ.એસ.એલ.ને બોલાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યા કરનાર પતિ મગનભાઈ સગરની ધરપકડ કરી હતી અને મૃતદેહને પીએમ માટે વડાલી આરોગ્ય કેન્દમાં ખસેડવામાં આવી હતી. વડાલી પોલીસ સ્ટેશનમાં જીવણ શંકરભાઈ સગરની ફરિયાદ આધારે મગન સગર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TBLFv9