શહેરમાં 1 મહિનામાં 13 ભૂવા પડ્યા:નિઝામપુરા સ્મશાન સામે ચેમ્બરની રિટેઇનિંગ વોલ તૂટતાં ભૂવો પડ્યો, કોર્પોરેટરોનો વિરોધ
શહેરમાં 1 મહિનામાં 13 ભૂવા પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા 2 દિવસમાં પરશુરામ ભઠ્ઠા, હરણી મોટનાથ રોડ, નવાયાર્ડ, નિઝામપુરા સ્મશાન, કોઠી રોડ અને સમા લક્ષ્મી કુંજ સોસાયટી નજીક ભૂવા પડવાની ઘટનાએ તંત્રના અધિકારીઓને દોડતા કર્યા છે. નિઝામપુરા સ્મશાન સામે ભૂખી કાંસના નાળા નજીક વર્ષો પહેલાં ચેમ્બર બનાવવામાં આવ્યું હતું. જે ચેમ્બરની રિટેઇનિંગ વોલ ધરાશાયી થતાં 5 ફૂટ પહોળા ભૂવાએ આકાર લીધો હતો. ઘટનાના પગલે સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ અને પુષ્પાબેન વાઘેલા સ્થળ પર દોડી ગયાં હતાં અને તેઓએ તંત્રની તકલાદી કામગીરી સામે નારાજગી દર્શાવી હતી. બીજી તરફ મ્યુનિ. કમિશનર પણ સ્થળે દોડી ગયા હતા. તેઓએ ભૂવાના રિસ્ટોરેશનની સૂચના આપી છે. બીજી તરફ સમા લક્ષ્મી કુંજ સોસાયટી નજીક પણ ભૂવાએ આકાર લેતાં તંત્ર દોડતું થયું હતું.
http://dlvr.it/TBHXDD
http://dlvr.it/TBHXDD

Comments
Post a Comment