Skip to main content

જૂનની ખોટ સરભર:મુંબઈ શહેરમાં ચોમાસાની મોસમનો 86 ટકા વરસાદ પડી ચૂક્યો છે

ચોમાસાના ચાર મહિનામાં એટલે કે 1 જૂનથી 30 સપ્ટેમ્બરના સમયગાળામાં મળીને થતા વરસાદમાંથી લગભગ 86 ટકા વરસાદ આ વર્ષે બે મહિનામાં પડ્યો છે. દરમિયાન આગામી બેત્રણ દિવસ મુંબઈ સહિત થાણે, પાલઘર જિલ્લામાં મૂશળધાર વરસાદનો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં બધે જ મૂશળધાર વરસાદ પડ્યો. એ પછી વરસાદે પોરો ખાધો અને હવે આગામી બેત્રણ દિવસ ફરીથી મૂશળધાર વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચોમાસાની મોસમ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ગણવામાં આવે છે. આ સમયમાં મુંબઈના કોલાબા કેન્દ્રમાં સરેરાશ 89 ઈંચ અને સાંતાક્રુઝ કેન્દ્રમાં સરેરાશ 100 ઈંચ વરસાદની નોંધ થાય છે. આ વર્ષે કોલાબા કેન્દ્રમાં કુલ સરરાશના 86 ટકા અને સાંતાક્રુઝ કેન્દ્રમાં સરેરાશના 81 ટકા વરસાદની નોંધ ફક્ત બે મહિનામાં થઈ છે. આ વર્ષે મુંબઈમાં મોસમી વરસાદ સમયસર દાખલ થયો. પછી પોરો ખાધો અને અપેક્ષિત વરસાદ પડ્યો નહીં. જો કે જુલાઈમાં એકાદ દિવસ પોરો ખાધો પણ બાકીના દિવસ મુંબઈ શહેર અને ઉપનગરોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. જુલાઈમાં વરસાદે જૂનની ખોટ ભરીને અને એ સાથે જ જૂન-જુલાઈમાં થતા કુલ વરસાદ કરતા અતિરિક્ત વરસાદની નોંધ થઈ. મુંબઈમાં 1 જૂનથી 30 જુલાઈ સુધી કોલાબા ખાતે 79 ઈંચ અને સાંતાક્રુઝ ખાતે 82 ઈંચ વરસાદની નોંધ થઈ છે. એમાં કોલાબા કેન્દ્રમાં 26 ઈંચ અને સાંતાક્રુઝ કેન્દ્રમાં 27 ઈંચ અતિરિક્ત વરસાદ પડ્યો છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં ગયા અઠવાડિયે મૂશળધાર વરસાદ પડ્યો. એ પછી વરસાદનું જોર થોડું ઓસર્યું છે. મુંબઈમાં સોમવારથી વાદળિયુ વાતાવરણ છે છતાં ઝાઝો વરસાદ પડ્યો નથી. થોડો ઘણો રીમઝીમ વરસાદ પડતો રહ્યો છે. હવે આગામી બેત્રણ દિવસ મુંબઈ શહેર અને પરિસરમાં મૂશળધાર વરસાદ પડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. બેત્રણ દિવસ મૂશળધાર વરસાદ ગયા અઠવાડિયે કિનારાપટ્ટીને સમાંતર ઓછા દબાણનો પટ્ટો સક્રિય થયો હતો. એના લીધે મુંબઈ સહિત રાજ્યના બીજા ભાગમાં જોરદાર વરસાદ પડ્યો. આ પટ્ટો હવે ઓસરી ગયો હોવાથી બધે જ વરસાદ લગભગ બંધ છે. અત્યારે મધ્ય ભારત પરના પશ્ચિમ-પૂર્વ ઓછા દબાણનો પટ્ટો સક્રિય છે. તેમ જ દક્ષિણ ગુજરાતથી કેરળ દરમિયાન કિનારાપટ્ટીને સમાંતર ઓછા દબાણનો પટ્ટો છે. અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રના ભાગમાં ચક્રવાત પવનની સ્થિતિ છે. તેથી આગામી બેત્રણ દિવસ મુંબઈ સહિત રાજ્યના બીજા ભાગોમાં મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


http://dlvr.it/TBKqtM

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n