ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકનું ફાયર બ્રિગેડ હાલ આઉટસોર્સિંગ ફાયરમેનના હવાલે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા 108 કાયમી ફાયરમેનની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે જેમાં સરકારના નિયમાનુસાર મહાનગરપાલિકાએ પણ નિયમોની જોગવાઇ કરી છે. જે મુજબ ફાયરમેને વિવિધ ફિઝિકલ ટેસ્ટમાં પણ ઉતિર્ણ થવું પડશે.
રાજકોટના ટીઆરપી મોલ અગ્નિકાંડ બાદ બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી માટે કડક સૂચનાઓ જારી કરતા રાજ્યભરની મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડમાં ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ફાયર બ્રિગેડ નમૂનેદાર છે. અહીં તમામ ફાયરમેન આઉટસોર્સિંગથી ફરજ બજાવી રહ્યા છે.
જેના પગલે ચીફ ફાયર ઓફિસર, ફાયર ઓફિસરથી લઇને ફાયરમેનની ભરતી પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરની જગ્યાઓની ભરતી જીપીએસસીને સોંપવામાં આવી છે જ્યારે વર્ગ-3ની ફાયરમેન કમ ડ્રાઇવરની 108 જગ્યાઓની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે. આ ભરતી માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા માળખાને મંજૂરી અપાયા બાદ હવે તેના નિયમો પણ મંજૂર કરવામાં આવ્યા છે. દોડ, સ્વિમિંગ અને રસ્સા પર ચઢવાની ટેસ્ટ
નવા મંજૂર કરવામાં આવેલા નિયમ મુજબ ફાયરમેનના ઉમેદવારે 12 મિનિટમાં 2 કિલોમીટરની સામાન્ય દોડ પુરી કરવાની રહેશે તે જ રીતે 6 મિનિટમાં 200 મીટરનું સ્વીમીંગ કરવું પડશે. 30 મીટર અને 63 એમએમની હોઝ પાઇપ સાથે 30 સેકન્ડમાં 100 મીટરની દોડ લગાવવાની રહેશે સાથે ગાંઠ વિનાના રસ્સા પકડીને 20 ફૂટનું ચઢાણ કરવાનું રહેશે. આ ટેસ્ટ પાસ થવા બે પ્રયત્ન માન્ય ગણાશે.
http://dlvr.it/TB754f

Comments
Post a Comment