Skip to main content

પતિએ જ પત્નીને મોતે ધાટ ઉતારી:વડાલીમાં પતિએ પત્નીને ગળામાં ધરિયાના ઘા મારી હત્યા કરી, પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી

સાબરકાંઠા જિલ્લાના વડાલીના સગરવાસમાં ઘરમાં જ પતિએ અગમ્ય કારણોસર પત્નીને ગળાના ભાગે ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી છે. જેને લઈને વડાલી પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, વડાલીમાં આવેલ સગરવાસમાં બુધવારે સવારે મગન દેવકરણભાઈ સગરે પત્ની લક્ષ્મીબેન (ઉવ.35)ને કોઈપણ કારણોસર ધારિયા વડે ગાળામાં તેમજ દાઢીની બંને બાજુ ઘા કરી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે વડાલી પોલીસને જાણ કરતા PSI જે.એમ.રબારી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એફ.એસ.એલ.ને બોલાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યા કરનાર પતિ મગનભાઈ સગરની ધરપકડ કરી હતી અને મૃતદેહને પીએમ માટે વડાલી આરોગ્ય કેન્દમાં ખસેડવામાં આવી હતી. વડાલી પોલીસ સ્ટેશનમાં જીવણ શંકરભાઈ સગરની ફરિયાદ આધારે મગન સગર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


http://dlvr.it/TBLFv9

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6