આરોપીને ઝટકો:વલસાડના ગુંદલાવના ઉજ્જવલ નગરમાં મકાનને ભાડે રાખી ગેરકાયદેસર પોષડોડાના જથ્થાનું છૂટક વેચાણ કરવાના કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે 25મી ઓગષ્ટ 2023ના રોજ વલસાડ તાલુકાના ગુંદલાવના ઉજ્જવલ નગરમાં આવેલ એક મકાનમાં પોષડોડાનું છૂટક વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એડ કરી ચેક કરતા 80.970 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે કેસમાં સંડોવાયેલા આરોપીની વલસાડ રૂરલ પોલીસે કરેલી કરેલી ધરપકડ બાદ આરોપીએ વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ વી કે પાઠકે NDPSના ગુનાના આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. વલસાડ SOGની ટીમ 25મી ઓગષ્ટ 2023ના રોજ વલસાડ જિલ્લાના વિવિફહ વિસ્તારોમાં NDPSના ચાલતી પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ગુંદલાવ ઉજ્જવલ નગર ખાતે આવેલા એક મકાનને ભાડે રાખી યુવક તે મકાનમાં ગેરકાયદેસર રીતે પોષડોડાનો જથ્થો લાવી મકાન ભાડે રાખનાર યુવક છૂટક વેચાણ કરતો હોવાની બાતમી વલસાડ SOGની ટીમને મળી હતી. જેને લઈને વલસાડ SOGની ટીમે છાપો મારતા મકાનમાંથી કુલ 80.970 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. તે કેસમાં મકાન ભાડે રાખનાર યુવક ફરાર થઇ જતા SOGની ટીમે યુવકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી. તે કેસમાં બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસે વોન્ટેડ આરોપી સુનીલ પ્રેમારામ બિશનોઈને ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તપાસ પૂર્ણ થતાં આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આજ રોજ વલસાડની સેશન્સ કોર્ટમાં NDPSના આરોપી સુનીલ પ્રેમારામ બિશનોઈએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ વી કે પાઠકે NDPSના ગુનામાં ઝડપાયેલા સુનીલ પ્રેમારામ બિશનોઈના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
http://dlvr.it/T9zS67
http://dlvr.it/T9zS67
Comments
Post a Comment