જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો:ધોધમાર વરસાદ બાદ ગીરે લીલી ચાદર ઓઢી; ડ્રોન કેમેરાથી ધોધનો આહલાદક આકાશી નજારો
ગીરમાં ઉપરવાસમાં ભારે ધોધમાર વરસાદ બાદ ગીરે લીલી ચાદર ઓઢી છે. બીજી તરફ ગીરમાંથી પસાર થતી શિંગોડા નદી જે ગીરગઢડાના જામવાળાથી પસાર થાય છે. જામવાળા જમજીરનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે આ ધોધનો ડ્રોન નજારો કેમેરામાં કેદ થયો છે. જેનો આકાશી દૃશ્યોવાળો અદભુત નજારો જોવા મળ્યો છે. જમજીર ધોધનો આહલાદક નજારો
ગીરગઢડાના જામવાળા ગીરમાં આવેલા લોકપ્રિય જમજીર ધોધને હજારો ફુટ ઉંચાઇ પરથી લીધેલા આ દૃશ્યો જે ગીરમાં ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે જળ બંબાકાર થયો છે. નદીઓ વહેતી થઈ છે તો ડેમો પણ ઓવરફ્લો થયા છે. ત્યારે જામવાળા ગીર જંગલમાં આવેલો શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા શિંગોડા નદી ગાંડીતુંર બની છે. નદીના બંન્ને કાંઠે પાણી વહેતાં શિંગોડા નદીમાં આવેલા ફેમસ જમજીર ધોધના રોદ્ર સ્વરૂપની સાથે આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. શિંગોડા નદી ગાંડીતુંર બની
જોકે જામવાળા શિંગોડા નદીના કાંઠે જમદગ્નિ આશ્રમ પણ આવેલો છે. આ જમજીરનો ધોધ નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. જો કે ધોધ પાસે સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસી જવાથી અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. દર વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમ ઓવરફલો થાય છે. શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. સાથે જ આ સુંદર ધોધનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.
http://dlvr.it/TB6gtM

Comments
Post a Comment