પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં જતા મુખ્ય માર્ગ ઉપર સ્ટોમ વૉટર ડ્રેનજની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ આ કામગીરી દરમ્યાન રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે તેમછતાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી જેથી સામાજિક આગેવાન દ્વારા પાલિકાને લેખિતમાં રજુઆત કરી આ રસ્તો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી. પોરબંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર પાલીકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વૉટર ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પોરબંદરના વાઘેશ્વરી વિસ્તારમાં જતા મુખ્ય માર્ગ ઉપર આ કામગીરીને લઈને અનેક દિવસોથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેથી આ વિસ્તારમાં જવા માટે સ્થાનિકોને અન્ય રસ્તા ઉપરથી જવાની ફરજ પડે છે ત્યારે આ રસ્તા ઉપર સ્ટોમ વૉટર ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ રસ્તો ખુલ્લો કરવામાં આવતો નથી જેથી સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા પાલિકાને લેખિતમાં રજુઆત કરી આ રસ્તો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે. સામાજિક આગેવાન દ્વારા પાલિકાને કરી લેખિતમાં રજુઆત
http://dlvr.it/T97L2C
http://dlvr.it/T97L2C
Comments
Post a Comment