પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામના વાડી વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે 2 શખ્સોએ એક આધેડને જમીનના રસ્તા બાબતે બોલાચાલી થતા માથાકૂટ સર્જાઇ હતી. આ માથાકૂટમાં 2 શખ્સોએ આધેડને લાકડીઓ વડે માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે ઠોયાણા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા હમીરભાઇ ગીગાભાઇ કારાવદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજના સમયે હમીરભાઇને તે જ વિસ્તારમાં રહેતા દેવશીભાઇ અરજનભાઇ કેશવાલા અને હાર્દિક દેવશીભાઇ કેશવાલા નામના શખ્સો સાથે જમીનના રસ્તા બાબતે બોલાચાલી થઇ હતી. બાદમાં આ બોલાચાલી દરમિયાન દેવશીભાઇ તથા હાર્દિક એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને આ બંને શખ્સોએ હમીરભાઇને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી હતી. અને લાકડીઓ વડે માર માર્યો હતો હમીરભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ માથાકૂટમાં હમીરભાઇને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી જેથી હમીરભાઇએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે દેવશીભાઇ તથા હાર્દિક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના હે.કો. એમ. જી. કડેગીયાએ હાથ ધરી છે.
http://dlvr.it/TBL2fV
http://dlvr.it/TBL2fV
Comments
Post a Comment