Skip to main content

5 સેકન્ડના અંતરે અકસ્માત ટળ્યો, CCTV:વલસાડના રામવાડી વિસ્તારમાં મોટર સાયકલ સવાર પસાર થયા'ને જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થયો

વલસાડ નગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં આવેલા 37થી વધુ જર્જરિત મકાનોને નોટિસ પાઠવી હતી. રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટ 05 અને આજુબાજુના એપાર્ટમેન્ટને જર્જરિત જાહેર કર્યા હતા. છેલ્લા 3 દિવસથી રામ એપાર્ટમેન્ટ 05ની અલગ અલગ બાલ્કનીનો ભાગ ધરાશાય થયો હતો. બુધવારે સાંજે પણ રામ એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ ધરાશાયી થતા બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. એપાર્ટમેન્ટમાં 20 ફ્લેટ પૈકી 18 ફ્લેટ બંધ છે. 2 ફ્લેટ ધારકો રહે છે ચોમાસાની શરૂઆત પૂર્વે નગર પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનો જર્જરિત ભાગ દૂર કરવા મિલ્કત ધારકોને નોટિસ પાઠવવામાં આવે છે. તેમ છત્તા ઘણી જર્જરિત મિલ્કત ધારકો નગર પાલિકાની નોટિસ ધ્યાને લેતા નથી. ચાલુ વર્ષે વલસાડ નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલી 37થી વધુ ઇમારતો જર્જરિત જાહેર કરવામાં આવી છે. રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05માં 20 ફ્લેટ બનાવ્યા છે. જે પૈકી 2 ફ્લેટ કાર્યરત છે. છેલ્લા 3 દિવસથી વલસાડ શહેરમાં પડી રહેલા વરસાદને લઈને રામ એપાર્ટમેન્ટ 05નો જર્જરિત બાલ્કની નો ભાગ ધરાશાય થઈ રહ્યો હતો. રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને જીવ બચ્યા હતા. ઘટનાની જાણ વલસાડ નગર પાલિકાની ટીમને થતા વલસાડ નગર પાલિકા દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05ની અજુબાજુ કોડર્ન કરી તકેદારીના ભાગ રૂપે રસ્તો વાહન ચાલકની અવર જવાર માટે બંધ કરવામાં આવ્યો છે. વલસાડ નગર પાલિકાનો ટીમ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા 2 પરિવારના સભ્યોને વારંવાર સમજાવવા છત્તા ફ્લેટ ખાલી કરતા ન હોવાનું આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. હાલ એપાર્ટમેન્ટ વધુ જર્જરિત થયો હોવાથી એપાર્ટમેન્ટની આજુબાજુમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.


http://dlvr.it/T96Z99

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n