ભારતીય સેનાના કારગીલ વિજય દિવસ નિમિતે ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વીરોની ગાથા ગાતા ગીતો સાથે રેલી શહેરના માર્ગો પરથી પસાર થતા સ્વાગત કરાયું હતું. ભારતીય સૈનાના શોર્યની ગાથા સમાન કારગીલ વિજય દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ વિધાન સભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લાના મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, ધીરુભાઈ સિંધવ અને જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ સિદ્ધરાજસિંહ ઝાલા તથા જિલ્લાના હોદ્દેદારો, નિવૃત્ત આર્મીમેન, એનસીસી કેડેટ તથા મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે જવાનોની વિજય ગાથા યાદ અપાવતા ગીતો સાથે ફરી હતી.
http://dlvr.it/TB4k8g
http://dlvr.it/TB4k8g
Comments
Post a Comment