શિક્ષણ:MSUમાં આખું વર્ષ પીએચડી રજિસ્ટ્રેશન થતા, વીસીએ વર્ષે 2 વખત કરાવતાં રિસર્ચરો ખાનગી યુનિ. તરફ વળ્યા
મ.સ.યુનિ.માં પીએચડીનું રજીસ્ટ્રેશન ફરી અટવાયું છે. ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશની પ્રક્રિયા ના થતાં યુનિવર્સિટીના રીસર્ચ પર ગંભીર અસર થઇ છે. પહેલા યુનિવર્સિટીમાં આખુ વર્ષ પીએચડી રજિસ્ટ્રેશન થતું હતું પરંતુ વીસીની સૂચના બાદ વર્ષમાં બે વાર જ થાય છે. તેમાં પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ન કરાતાં વિદ્યાર્થીઓ બીજી યુનિવર્સિટી તરફ વળ્યા છે. યુનિવર્સિટીમંા સતત ત્રીજા વર્ષે પીએચડીને લઇને વિવાદ ઉભો થયો છે. દેશભરની યુનિવર્સિટીમાં રીસર્ચને પ્રાધ્યન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે મ.સ.યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓને લઇને કોઇ ગંભીરતા નથી. યુજીસીના નવા નિયમ પ્રમાણે પીએચડીના રજિસ્ટ્રેશન માટે પીએચડી એન્ટ્રન્ટસ ટેસ્ટ પાસ કરવાની જરૂર નથી. નેટ કે સ્લેટ પાસ કરનાર પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જુલાઈ પૂરો થવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ પીએચડીનું રજિસ્ટ્રેશન શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી નથી. વિદ્યાર્થીઓ જે તે ફેકલ્ટીના ડીનોને રજીસ્ટ્રેશન માટે પૂછી રહ્યા છે ત્યારે ડીન પાસે જવાબ નથી. સમગ્ર પ્રક્રિયામાં યુનિવર્સિટી સત્તાધીશો કરે છે. છેલ્લા અઢી વર્ષમાં યુનિવર્સિટીનું સ્તર સતત નીચે જઇ રહ્યું છે. રિસર્ચ માટેની ગ્રાંટ ઓછી થવાથી અને પીએચડીની ડિગ્રી મેળવનારાઓની સંખ્યા પણ ઓછી થઈ જવાથી યુનિવર્સિટી નેક સહિતના રેન્કિંગ પર અસરો થશે. નવી શિક્ષણ નિતિમાં રીસર્ચ વર્કને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી છે. ત્યારે રાજ્ય અને દેશમાં અગ્રગણ્ય એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રીસર્ચ જ ઓછું થઇ રહ્યું છે. જેને પગલે આગામી સમયમાં એમ.એસ.યુનિવર્સિટીમાં નહિવત વિદ્યાર્થીઓ પીએચડી કરતાં હશે તેવો ઘાટ થાય તો નવાઇ નહીં. યુનિ.માં વિદ્યાર્થીઓ-અધ્યાપકોની હાલત કફોડી
કોમન એકટ લાગુ કરી દેવામાં આવ્યો છે જેના પગલે હવે યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડિકેટ અને વિદ્યાર્થી સંગઠનનું અસ્તિત્વ રહ્યું ના હોવાથી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા મનસ્વી વર્તાવ કરવામાં આવી રહ્યો છે જેના પગલે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની હાલત કફોડી થઇ જવા પામી છે.
http://dlvr.it/TBL2Wv
કોમન એકટ લાગુ કરી દેવામાં આવ્યો છે જેના પગલે હવે યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડિકેટ અને વિદ્યાર્થી સંગઠનનું અસ્તિત્વ રહ્યું ના હોવાથી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા મનસ્વી વર્તાવ કરવામાં આવી રહ્યો છે જેના પગલે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની હાલત કફોડી થઇ જવા પામી છે.
http://dlvr.it/TBL2Wv
Comments
Post a Comment