જે રોડની 25 વર્ષની ગેરંટી આપી તે 3 મહિનામાં તૂટ્યો!:આમોદમાં 7 કરોડના ખર્ચે બનેલો રસ્તો વરસાદમાં ધોવાયો, ધારાસભ્યની ગેરંટી વાળી વાત પર કોંગ્રેસે ફિરકી લીધી
ક્યારેક નેતાઓ ઉત્સાહમાં એવી વાતો કરી દેતા હોય છે કે જે વાસ્તવિકતાથી દૂર હોય છે. ભરૂચના આમોદમાં 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાને લઈ જંબુસરના ધારાસભ્યએ આપેલી ગેરંટીના મામલામાં પણ કંઈક આવું જ બન્યું છે. જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો ધારાસભ્યએ દાવો કર્યો હતો તે રસ્તો ત્રણ મહિનામાં જ તૂટવા લાગતા હવે કોંગ્રેસે ધારાસભ્યને પોતાની જ ગેરેંટીની યાદ અપાવી રહ્યા છે. તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા કામની ગુણવત્તાને લઈ પણ સવાલો ઉઠ્યા છે. આવો જોઈએ રસ્તાના નિર્માણ સમયે ધારાસભ્યએ શું કહ્યું હતું અને હવે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ રસ્તાની કેવી સ્થિતિ છે તે જોઈએ. રૂ. 7.33 કરોડના ખર્ચે રસ્તાનું નિર્માણ કરાયું હતું
આમોદના બત્રીશી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું રૂ. 7.33 કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ ત્રણ મહિના પહેલા જ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે રસ્તાની મજબૂતીની ત્રણ મહિનામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોને ફરી જૂના રસ્તાની યાદ આવી ગઈ છે. ધારાસભ્યએ કહ્યું હતું, '25 વર્ષ સુધી આ રસ્તાને કંઈ નહીં થાય'
ત્રણ મહિના પહેલા જ્યારે 7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ડી.કે.સ્વામીએ કહ્યું હતું કે, આ રસ્તાની મજબૂતી એવી બની છે કે, આવનારા 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય. 25 વર્ષ તો દૂર 25 મહિના પણ રસ્તો ન ટક્યો!
જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો તે 25 વર્ષ તો દૂર 25 મહિના પહેલા એટલે કે ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. 7 કરોડના રસ્તા પર 3 મહિનામાં થીગડાં મારવા પડ્યા
રૂ. 7.33 કરોડના ખર્ચે બનેલા આ રસ્તા પર લોકાર્પણના ત્રણ મહિનામાં જ ઠેર ઠેર ગાબડા પડી જતાં તંત્ર દ્વારા થીગડાં મારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વર્ષોથી આ રસ્તો બિસ્માર હોવાથી તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનો સિંહફાળો રહ્યો હતો.ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઇ હતી. ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઉડે તેમ હોવાથી કોન્ટ્રાકટરે તાબડતોડ ગાબડાઓ પુરવાનું કામ શરૂ કરી દીધું હતું. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર આ રસ્તાને પાંચ સ્તરમાં બનાવવામાં આવ્યો હતો.કાળી માટી કાઢીને પીળી માટી નાખવામાં આવી હોવા છતાં રસ્તો ધોવાઇ ગયો છે. કોંગ્રેસે, ભાજપના ધારાસભ્યને ગેરેંટીની યાદ અપાવી
આ અંગે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ બરફવાલાએ જણાવ્યું હતું કે,આમોદના હાઇવે પરના રસ્તાનું 3 મહિના પહેલાં જ નવીનીકરણ કરાયું હતું અને તેમાં ખાડાઓ પડી ગયાં છે.ભ્રષ્ટ અધિકારીઓની પાપે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી. રસ્તો બની રહયો હતો ત્યારે અમે પણ ગુણવત્તા બાબતે રજૂઆતો કરી હતી. ધારાસભ્યએ તો 25 વર્ષની ગેરંટી આપી હતી પણ 3 જ મહિનામાં રસ્તો બિસ્માર બની ગયો છે. શું કહ્યું ધારાસભ્યએ?
આ અંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ 'દિવ્ય ભાસ્કર' સાથેની ટેલિફોનિક વાતચીતમાં રસ્તાને કંઈ ન થયાની વાત કરી હતી. વધુમાં કહ્યું હતું કે, નવા રસ્તાની કામગીરી દરમિયાન ક્યાંક એર રહી જવાના કારણે અને વરસાદના કારણે ક્યાંક બેસી ગયો છે, તૂટ્યો નથી. હાલ રિપેરીંગ પણ થઈ ગયું છે.
http://dlvr.it/TB8W0m

Comments
Post a Comment