રેસ્ક્યુ ઓપરેશનના દિલધકડ દૃશ્યો:વડોદરાના પીલોલ ગામે વિશ્વામિત્રીના ધસમસતા પાણીમાં યુવક ફસાયો, ગામના જ 4 લોકોએ જીવ જોખમમાં મૂકી બચાવ્યો
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામમાં નદીના ધસમસતા પાણીમાં ફસાયેલા યુવાને ગ્રામજનોએ ભેગા મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગામના કેટલાક યુવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને યુવાનને બચાવતા જોવા મળે છે. પાણીમાં ફસાતા યુવક ગામના પ્રવેશદ્વાર પર ચઢ્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું પીલોલ ગામ વિશ્વામિત્ર નદીના પાણીથી ઘેરાઈ ગયું છે. પીલોલ ગામની ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા છે. પીલોલ ગામમાં અચાનક આવી ગયેલા વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણીના કારણે ગામનો એક યુવાન પાણીમાં ફસાઈ ગયો હતો અને પાણીથી બચવા માટે ગામના પ્રવેશદ્વાર ઉપર ચડી ગયો હતો. યુવાનને ફસાયેલો જોઈને ગામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને યુવાન પણ પોતાને બચાવવા માટે મદદની ગુહર લગાવી રહ્યો હતો. યુવાનને બચાવવા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
જેથી પીલોલ ગામના હરીશભાઈ હીરાભાઈ વણકર, હિતેશભાઈ હસમુખભાઈ વણકર, હરીશભાઈ મનુભાઈ વણકર અને ભૂપેન્દ્રભાઈ મણીલાલ પરમાર એક પળનો પણ વિચાર કર્યા વગર પાણીમાં કૂદી ગયા હતા અને ગામ લોકોએ ગામના યુવાનને બચાવવા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ રસ્સાની મદદથી યુવાનનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. પોતાનો જીવ જોખમમાં મૂકીને યુવકને બચાવ્યો
ગામના લોકોએ તંત્રની રાહ જોયા વગર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને યુવાનને બચાવવા સ્થાનિક યુવકોએ જીવનું જોખમ ખેડ્યું હતું અને પોતાનો જીવ જોખમમાં મૂકીને ગામના યુવકને પાણીમાંથી બચાવ્યો હતો. લોકો ફસાયા હોવાના તંત્રને અને કોલ મળ્યા
વિશ્વામિત્રી નદીમાં ભારે પૂરની સ્થિતિને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં અનેક લોકો ફસાયા હોવાના તંત્રને કોલ મળ્યા હતા અને તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે ઘણી જગ્યાએ લોકોએ પોતે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈને પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને મદદ કરીને તેમને બહાર કાઢ્યા હતા અને માનવતાનું ઊંદાહરણ પૂરું પાડ્યું હતું.
http://dlvr.it/TB4Hmy

Comments
Post a Comment