Skip to main content

માર્ગોની પણ અત્યંત ખરાબ હાલત:પાણી, પ્રદૂષણ, ગંદકીના પ્રશ્ને પિસાતી સિહોરની જનતા

સિહોરએ એક ઔદ્યોગિક નગર છે.શહેરમાં ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. ઉપરાંત સિહોરમાંથી ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આથી સિહોરમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ રહેતું હોય છે. સાથો-સાથ પાણી અને ઊભરાતી ગટરની રોજિંદી સમસ્યાથી સિહોરવાસીઓ ત્રસ્ત બની ગયા છે.અધુરામાં પુરૂ હોય તેમ ચોમાસુ આવે એટલે સિહોર માર્ગો પણ અત્યંત ખાડાવાળા બની જયા છેઆ અંગે નક્કર આયોજન થાય અને સિહોરવાસીઓને પાયાની સમસ્યાઓમાંથી મુક્તિ મળે એવી નગરજનો આશા સેવી રહ્યા છે. સિહોરમાં ભર ચોમાસે પણ મોટાભાગના વિસ્તારોમાં આઠ-દસ દિવસે પાણી વિતરણ થાય છે જે કદાચ ભાવનગર જિલ્લાનું એક માત્ર શહેર હશે કે જ્યાં આટલા લાંબા ગાળાના દિવસો પછી પાણી વિતરણ થતું હોય છે. સિહોરમાં નગરજનોએ પાણી માટે વલખા મારવા પડે છે. ગંદકી વિશે તો વાત જ ન પૂછો. સિહોરમાં ભાગ્યે જ એવી કોઇ શેરી હશે કે જ્યાં ગટર ઊભરાતી ન હોય.
સરકાર દ્વારા ગટર માટે અગાઉ ગ્રાન્ટ તો આપવામાં આવી હતી પણ ક્યાં અને કેટલી વપરાઇએ આજે પણ સિહોરવાસીઓ માટે એક કોયડો છે. ચોમાસામાં એક વરસાદ આવ્યો નથી કે ગટર ઊભરાવી શરૂ થઇ નથી. એમાંય જૂના સિહોરમાં હાલત ખૂબ જ બદત્તર છે. સિહોરમાંથી હાઇ-વે પસાર થાય છે અહીંથી દરરોજના અસંખ્ય વાહનો પસાર થાય છે. ઉપરાંત જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. આ બધામાંથી નીકળતો ધુમાડો આ શહેરને વધુ પ્રદૂષિત કરે છે. આજે સિહોરની જનતા અનેકવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે. છતાં તંત્ર બેધ્યાન છે. દોઢેક વરસથી નગર પાલિકા નધણિયાત ફેબ્રુઆરી -2023માં નગરપાલિકાના સભ્યોની ટર્મ પૂરી થઇ ગઇ હતી. આ ટર્મ પૂરીને થયા દોઢેક વરસ જેટલો લાંબો સમયગાળો પસાર થઇ ગયો છે.જ્યારથી આ ટર્મ પૂરી થઇ ત્યારથી નગરપાલિકા સાવ નધણિયાત બની ગઇ છે. વહીવટદાર અને ચીફ ઑફિસરના હવાલે આખી નગરપાલિકાનું તંત્ર છે. નગરપાલિકા અત્યારે સાવ નધણિયાત બની ગઇ છે. લોકોની પાયાની સમસ્યાનું સમાધાન થતું નથી. કોઇ ઉકેલ આવતો નથી. છે ત્યારે પાયાના પ્રશ્નોને નજરઅંદાઝ ન કરી શકાય. આ બાબત અત્યંત ગંભીર છે. અને આ બાબતને હળવાશથી લેવામાં આવશે તો નગરજનોના પ્રશ્નો ક્યારે ઉકેલાશે એ પણ એક વેધક સવાલ છે.


http://dlvr.it/TBBNt4

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n